અનુભવના ઓટલે અંક: ૫૦ અંધજન શિક્ષણનો ઇતિહાસ

0
309

પૂર્વભૂમિકા:

અંધજન શિક્ષણનો ઇતિહાસ માનવ જીવનના ઇતિહાસ જેટલો  જૂનો છેજીવન સંગ્રામ ખેલવા માટે સુદ્રઢ શરીર હોવું અનિવાર્ય છેઆથી ઊલટું જેનું શરીર ક્ષતિગ્રસ્ત હોય તેને જીવનનિર્વાહમાં ડગલે ને પગલે સહન કરવું પડે છે અથવા બીજા પર આધારિત જીવન જીવવા મજબૂર રહેવું પડે છેએક સમયે અંધ વ્યક્તિને સમાજમાં કોઈ મોભાનું સ્થાન મળતું  હતુંકેટલાક લોકો અનુકંપાની લાગણી દાખવતા હતાબીજો વર્ગ ઘૃણા પણ કરતો હતોતેમાના કેટલાક આવા બાળકનો જન્મ થતા  ત્યાગ કરી દેતા હતાતેઓ એમ માનતા હતા કે આવા બાળકને ઘરમાં રાખવાથી તેમને કોઈ ને કોઈ હાનિ થશેકારણ તેમની દૃષ્ટિએ આવા લોકો પાપી ગણાતા હતાપોતાના પાપના લીધે આવી શિક્ષાનો ભોગ બન્યા છેતેથી વહેલી તકે આવા જન્મેલાં બાળકનો ત્યાગ કરવામાં પરિવારનું ભલું છે તેમ તેઓ માનતા હતાતેથી દુનિયાભારમાં અનેક અંધજનોને હેરાનપરેશાન થવું પડ્યું હતુંકેટલાક પરિવારના લોકોએ ત્યજી દીધેલા અંધ બાળકોનો ઉછેર કર્યો હોય તેવી માહિતી પણ ઇતિહાસમાં જાણવા મળે છેઆવી રસપ્રદ જાણકારી આપતા મને ઘણી ખુશી થાય છે.

 

ડિડિમસ:

૩૦૮ માં ડિડિમસનો જન્મ થયો હતોલગભગ ચારથી પાંચ વર્ષની વયે તેમણે દૄષ્ટિ ગુમાવી હતીલાકડામાંથી કોતરી કાઢેલા અક્ષરો વડે તેમણે શબ્દો અને વાક્યો લખવાની શરૂઆત કરી હતીપરિણામે પાછળથી તેની મદદથી અનેક અંધજનો થોડુંઘણું શિક્ષણ મેળવતા થયા હતાસાહિત્યના વિવિધ વિષયો ઉપરાંત તેમણે જ્યોતિષવિદ્યામાં પણ વિદ્વત્તા મેળવી હતીતેના અનેક સનેત્ર વિદ્યાર્થીઓ શિષ્યો પણ બન્યા હતાતે પૈકી ઘણા મોટું નામ કમાયા હતા.

 

સેંટ હાર્વે:

બીજી મોટી પ્રતિભા હતાતે ખૂબ મોટો સંગીતકાર બન્યો હતોતેમના પિતા પણ પ્રજ્ઞાચક્ષુ હતામાતા ક્રિશ્વિયન સ્ત્રી હતીસેંટ હાર્વેના જન્મ સ્થળે તેમની સમાધિ બનાવામાં આવી છેઆજે પણ બ્રિટનમાં દર વર્ષે તે સ્થળે સંગીતકારો ભેગા મળી મોટો ઉત્સવ ઉજવે છે.

 

પ્રિન્સ હિટોયાસુ:

તેમના પ્રયાસથી જાપાનના પ્રજ્ઞાચક્ષુઓને ભીખ માગવાના શાપમાંથી મુક્તિ મળી હતીસંગીત અને સાહિત્યનો તે તજજ્ઞ હતોચીની અને જાપાની ભાષા પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.

 

અબ્દુલઅલબલ્મારી:

બગદાદમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતુંતે એક ખ્યાતનામ કવિ હતોપંડિતો સાથે થયેલી ચર્ચાઓના કારણે તેને ઈશ્વરમાંથી શ્રદ્ધા ઊડી ગઈ હતીતેથી તેના કાવ્યોના વિષયો:

શું ઇશ્વરનું અસ્તિત્વ છે?”

જિંદગી જીવવા યોગ્ય છે?”

જેવા રહ્યા છે. તેમ છતાં તે સમયના કવિઓમાં તેમનું નામ મોખરે હતું.

 

પ્રોસ્પેરો ફેંગાની:                                             

જન્મ ૧૫૯૦. ધાર્મિક પ્રવૃત્તિનો બાદશાહ ગણાતો હતોરોમન ચર્ચોમાં મોખરાનું કાર્ય કર્યું હતું.

 

જ્હોન મિલ્ટન:

ખૂબ જાણીતો પ્રજ્ઞાચક્ષુ કવિ હતોકેંબ્રિજ યુનિવર્સિટીનો સ્નાતક વિદ્યાર્થી હતોપોતાની લાગણીઓ દર્શાવા તેમણે “ પેરેડાઈઝ લોસ્ટ” કાવ્ય સંગ્રહ આપ્યો છેજે ખૂબ જાણીતો અને ઉપયોગી સંગ્રહ પુરવાર થયો છે.

 

જ્હોન મેડકાફ:

ઇંગ્લેન્ડના ઉત્તર ભાગમાં ૧૬૭૦માં તેનો જન્મ થયો હતો. માત્ર  વર્ષની વયે તેમણે દૃષ્ટિ ગુમાવી હતીબાળપણથી  નેત્રહીન હોવા છતાં તે ગમે ત્યાં જાતે આવનજાવન કરી શકતો હતોપાછળથી તે ઉત્તમ વાયોલિન વાદક તરીકે જાણીતો થયો હતોવળી તે એક હોશિયાર તરવૈયો હોવાથી તેમણે ઓગણીશ વર્ષની વયે સમુદ્રની ૨૦૦ કિમિની મુસાફરી સફળતાપૂર્વક પૂરી કરી હતીતે એક ઉત્તમ ઘોડેસવાર પણ હતોતેમની ઘોડેસવારીથી પ્રભાવિત થઈએક યુવતી અચાનક આકર્ષાઈ જ્હોન મેડકાફને વરી હતી યુવતી એક કલાક બાદ અન્ય યુવકને પરણવાની હતીજ્હોન મેડકાફ જંગલમાં ભૂલા પડેલા લોકોને માર્ગ બતાવાનું કાર્ય કુશળતાથી કરતો હતોતેમણે ભોમિયા તરીકેની કામગીરી કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધાં હતાંજ્હોન મેડકાફની શોધથી પાકી સડકના બાંધકામક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી હતીટકાવ રસ્તા બનાવાના કાર્યમાં મોટો ફેરફાર આવ્યો છેતેમાં તેમનું ઘણું મહત્વનું યોગદાન રહ્યું છેતેમણે ભાંગેલા પથ્થરનો ઉપયોગ સડકના બાંધકામમાં શરૂ કર્યો હતોજેના પરિણામે સમગ્ર વિશ્વમાં ટકાવ રસ્તાનું નિર્માણ થઈ શક્યું છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન લગભગ પાંચ હજાર પાઉંડની કિંમતના આવા પાકા રસ્તા તૈયાર કરી ઉત્તમ ઈજનેરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુંજ્હોન મેડકાફની શોધેલી પદ્ધતિ આશીર્વાદરૂપ નીવડી છે

 

 

ફ્રેંકોઇસ હ્યુબર:

જન્મ ૧૭૫૦ પંદર વર્ષની વયે તેમણે દૃષ્ટિ ગુમાવી હતીએટલું જ નહિ બીમારીના લીધે તેને જિનેવા શહેર છોડવું પડ્યું હતુંગ્રામ્ય વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો હતોત્યાં તેમણે મધમાખીઓનો અભ્યાસ કરીતેમના જીવન વિકાસ પર ખાસ શોધ કરી રિપોર્ટ તૈયાર કર્યો હતોતેની આદતો પર અભ્યાસ કરી તારવેલા સિધાંતો આજ સુધી ખોટા ઠર્યા નથીપ્રાણીશાસ્ત્રનો તે ખૂબ જાણીતો વૈજ્ઞાનિક પુરવાર થયો હતો.

 

નિકોલસ સોંડર્સન:

તે એક ગણિતશાસ્ત્રી હતો૧૬૮૨ માં તેનો જન્મ થયો હતો. વિદ્યાર્થીકાળમાંસામાન્ય શાળામાં અઘરા દાખલાઓ ગણવામાં મોખરે રહી તેમણે ગણિતમાં પ્રભુત્વ હાંસલ કરી લીધું હતુંવિદ્યાર્થી અવસ્થામાં  તેમણે સૌ  કોઈને પ્રભાવિત કરી દીધા હતાસર આઈજેક ન્યૂટનના અનુગામી તરીકે નિકોલસ સોંડર્સનને કેંબ્રિજ યુનિવર્સિટીમાં નિમણૂક આપવામાં આવી હતીતેમના “ઓપ્ટિક્સ” ઉપરના લેક્ચર્સ વિશે લેખકો લખે છે કે:માનવ જીવનમાં ઘણા ચમત્કારો જોવા મળે છેએક વ્યક્તિ કે જેની પાસે પોતાની આંખે જોવાની શક્તિ નથીછતાં તે અન્યને પોતાની આંખ કેમ વાપરવી તે શીખવે છે મહાન વૈજ્ઞાનિકે ન્યૂટનના અનુગામી તરીકે કેંબ્રિજ યુનિવર્સિટીમાં પોતાની સરાહનીય ફરજ બજાવી હતી.

 

મેલેનીડીસેલિગ્નાક:

કુશાગ્ર સેલિગ્નાકનો જન્મ ૧૭૪૧ માં ફ્રાસમાં થયો હતો. માત્ર બે વર્ષની વયે શીતળાના રોગના લીધે તેમણે આંખોની દૃષ્ટિ ગુમાવી હતીતેમણે લાકડાના કોતરેલા અક્ષરો વડે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુંતે કાગળ પર અણીદાર પિન વડે લખી શકતી હતીએટલું જ નહિ દોરી કે તાર વડે અક્ષાંશરેખાંશ પણ તૈયાર કરી લેતી હતી રીતે તેમણે દુનિયાના શહેરો વિશે જાણકારી મેળવી હતીલાકડાના કોતરેલા અક્ષરો વડે તે કવિતા પણ લખતી હતીભૂમિતિ જેવા વિષયમાં પણ તેમણે પ્રગતિ કરી હતી.

 

કુમારી મારિયા થેરિસા વોન પેરેડિસ:

તેમનો જન્મ ૧૭૫૦ માં વિયેનામાં થયો હતોત્યાંના રાજા દ્વારા તેને એક શિક્ષક રોકી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતુંથોડા  સમયમાં તે પિયાનિસ્ટ તરીકે જાણીતી થઈ ગઈ હતીતેમની કુશાગ્ર બુદ્ધિ જોઈ રાજાએ બસ્સો ફ્રેન્સનું વર્ષાસન બાંધી આપ્યું હતુંતેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેક યુવાનો દૃષ્ટિહીનોને મદદ કરતા થયા હતાજેના કારણે પ્રજ્ઞાચક્ષુ લોકોના શિક્ષણના નવા દ્વાર ખૂલ્યા છેફ્રાંસના પેરિસ શહેરમાં આના લીધે વિશ્વની પ્રથમ અંધશાળાનો ઉદય થયો હતો. આમ, સખત મહેનત કરી જ્ઞાન સંપાદન કરનાર મારિયાએ અંધજનોના શિક્ષણના દ્વાર ખોલી આપ્યા છેતેનું શબ્દચિત્ર આલેખવું સરળ નથીઅંધજન શિક્ષણ ક્ષેત્રે નવી દિશાઓ ખોલનાર મહાત્મા લૂઈ બ્રેઇલ અને હેલન કેલરને પણ જેટલા ધન્યવાદ આપીએતેટલા ઓછા પડે તેમ છેઅનેક વ્યક્તિઓના સંઘર્ષથી અંધજનોના શિક્ષણનો સૂર્ય આજે સોળે કળાએ ખીલ્યો છેઅનેક પ્રતિભા વડે,પારસમણિની જેમ શક્તિઓ હાથવગી થઈ શકી છેઆમઅનેક મહાનુભાવોએ અંધજન શિક્ષણની કેડી કંડારી છેતે દરેક પ્રતિભાને મારા કોટીકોટી સલામ.

નથી જોયો ઈશ્વર પથ્થરમાં કદી મેં,

કહે ‘ઝગમગ’ સંઘર્ષનો સરવાળો લઈ,

ઉતરી આવતા હશો તમે”

પથ્થરમાં ભગવાન અર્થાત ઈશ્વરના દર્શન કરતા લોકોને મારા સલામ છેપરંતુ અનેક મર્યાદાઓ સાથે આગળ વધતા લોકોમાં ઈશ્વરના દર્શન કરવાની ટેવ કેળવવા જેવી ખરીઆપણે અનેક પ્રતિભાના જીવનકવનનો અભ્યાસ કર્યોતેમાં આપણને જાણવા મળ્યું કે આગળ વધતા લોકોને કોઈ પરમશક્તિ સહાય કરતી હોય છેમાનવ શરીરમાં સંખ્યાબંધ કોષો આવેલા છેતે દરેક સ્વતંત્ર રીતે કાર્ય કરવા સક્ષમ હોય છેનરી આંખે નહિ દેખાતા કોષો ઘણું  અગત્યનું કાર્ય કરતા હોય છેતેના વડે શરીરની રચના તૈયાર થાય છેઆવા કોષનું શી રીતે નિર્માણ થતું હશેમાનવ શરીર એક વિશ્વ છેતેમાં અનેક આકાશગંગાના જીવો સમાય જાય તેટલું તેનું કદ વિશાળ છેએટલે કે તેમાં તેટલા જીવો વસે છેઆપણા આંતરમાં પૃથ્વી પર વસતા જીવો જેટલા બેકટરિયા હોય છેઆનો અર્થ તો  થયો કે ઇશ્વરની લીલા વિના કશુંય સંભવ નથીતેથી આંખ,કાન કે અન્ય ઇંદ્રિયોની શક્તિ હોવી કે  હોવી બહુ અગત્યનું નથીપણ જે છે તેમાં  સંતોષ રાખવો વધુ મહત્ત્વનું છેએક શરીરમાં આટલા બધા જીવો જીવતા હોય તો તેમાં કોનું પરાક્રમ છેઇશ્વરનું. બીજા કોનું! પ્રાણીમાત્ર પર દયા રાખવાનું માણસે જાતે શીખવું પડશેપાપપુણ્યનું ત્રાજવું લઈઆપણે તેનો તોલ કરવાની જરૂર નથીમને અંધજન શિક્ષણના ઇતિહાસમાંથી આટલું જરૂર શીખવા મળ્યું છેલૂઈ બ્રેઇલ માત્ર તેતાલીશ વર્ષ જીવ્યા હતાપણ તેમણે પોતે સંઘર્ષ કરી તેતાલીશ હજાર વર્ષનો પાયો નાંખ્યો છેહું અને તમે નાનકડી નિષ્ફળતા મળે તો નારાજ થઈ જઈએ છીએલૂઈની ત્રેસઠ સંજ્ઞાએ વિશ્વમાં અંધજનો માટે ડંકો વગાડી દીધો છેતેમની શોધના આધારે અંધજનો માટે આજે અનેક ટેકનોલોજી પાંગરી રહી છેબ્રેઇલલિપિ આપણા વિકાસનું સિમાચિહ્ન પુરવાર થઈ રહી છેત્યારે બ્રેઇલલિપિમાં બાળકોની રસરુચિ કેળવાય તેવા પ્રયાસો કરવા પડશે.

અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા દ્વારા તારીખ ૨૭ જાન્યુઆરીથી તારીખ  ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી બ્રેઇલ લેખનવાચન મહોત્સવ ઊજવવામાં આવ્યો હતોજેમાં શાળાના શિક્ષિકા શ્રીમતી કીર્તિદાબેન ભટ્ટપુનાભાઈ દેવધાલલીતાબેન કંટારિયારમેશભાઈ બારડે ભારે રસ દાખવ્યો હતો મહોત્સવમાં મેં જ્ઞાન સાથે ગમ્મતનો અભિગમ અપનાવી બાળકોને સતત બે કલાક સુધી ઉપરોક્ત દિવસો દરમિયાન બ્રેઇલની વિવિધ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપ્યું હતુંતેમાં બાળકોને ખૂબ મજા પડી હતીબાળકોના જુથ બનાવી બ્રેઇલના ટપકા બનાવ્યા હતારમુજી શૈલીથી ટપકા ઉપસાવનો નવતર પ્રયોગ કર્યો હતોજેનું પરિણામ ખૂબ જ સારું મળ્યું છેબ્રેઇલ ટપકાની શીઘ્ર કવિતાઓ બનાવી ગવડાવી હતીજેના કારણે બાળકોનો ઉત્સાહ વધી ગયો હતોગીજુભાઈ બધેકાએ સામાન્ય શિક્ષણમાં આવા ઘણા નવતર પ્રયોગો કર્યા હતાતેનું અનુકરણ બ્રેઇલલિપિના શિક્ષણમાં કરવાનો હેતુ હતોબાળકોમાં બ્રેઇલલિપિ શીખવાનો ઉત્સાહ જાગે તેવા જોડકણા રચી વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતુંવિવિધ પ્રયોગો સાથે બાળકોને બ્રેઇલલિપિની ટેકનિકો શિખવવાનો યત્ન કર્યો હતોઅંધજન શિક્ષણના ઇતિહાસમાં પણ આવા પ્રયાસો થયા છેજેમ કે મીણમાંથી અક્ષરો તૈયાર કરવાદોરડા પર ગાંઠો વાળી અક્ષરો કે શબ્દો રચવા જેવા અનેક પ્રયોગો કરવામાં આવ્યા હતાજેના કારણે અંધજન શિક્ષણનો વિકાસ શક્ય બન્યો છેશિક્ષણમાં અવનવા પ્રયોગો થતા  રહેવા જોઈએટેક્નોલોજી પણ એક પ્રયોગ છેપ્રયોગની કેડી કંડારનાર વીર પુરુષો અને વીરાંગનાઓને મારા સલામ

સલામ સલામ સલામ મેરે દોસ્તો,તુમ્હે સલામ”

લેખક: લાભુભાઈ ટી. સોનાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here