નેત્રહીન પિયુશભાઈ જે.ગુણા ને અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિ યોજીત

693

ઈ કાર્ય અસંભવ નથી જો દ્રઢ સંકલ્પ હોય તો એક એવી વ્યક્તિની ગાથાનું વર્ણન કરીયે તો કે જેમણે ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે ૧૪ વર્ષ ફરજ બજાવી પોતાના વતન જંગર (તા.કુકાવાવ) થી નજીકના લાખાપાદર પ્રા શાળામાં ફરજ બજાવતા નેત્રહીન પિયુશભાઈ જે.ગુણા ને અમરેલીમાં તા.૧-૩ ને રવિવારે યોજાયેલ અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિ યોજીત શૈક્ષણિક અધિવેશન-૨૦૨૦માં વિશિષ્ટ શિક્ષક તરીકેનું પ્રશસ્તિપત્ર જીલ્લા શિક્ષણાધિકારીના હસ્તે એનાયત થતા,શિક્ષણ અને દિવ્યાંગ જગત હર્ષની લાગણી અનુભવે છે.પિયુશભાઈ ગુણાએ છેલ્લા ૧૯ વર્ષમાં ૨૩ સામાજિક ઉત્થાન માટેના કાર્યક્રમો કરી સંતો અને સમાજસેવકોએ તેઓને બિરદાવેલ છે.હાલ કોલડા પ્રાથમિક શાળામાં પણ કામગીરી સબબ સેવા આપે છે.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.

Previous articleઅનુભવના ઓટલે અંક: ૫૦ અંધજન શિક્ષણનો ઇતિહાસ
Next articleસેક્સી દિશાની યુવા પેઢીમાં લોકપ્રિયતામાં સતત વધારો