વડવાળાનગર જેસરમાં થયેલ ખુનના ગુન્હામાં આરોપીઓ ને ગણતરીની કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

1677

ભાવનગર રેન્જ આઇ.જી.પી.  અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચના અને માર્દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.  એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લાના જેસર પોલીસ સ્ટેશન હેઠળ બનેલ ખુનના બનાવના આરોપને પકડી પાડવા માટે સુચના કરેલ

ત્રણ દિવસ પહેલા જેસરમાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ કટુભા જાદુગર ના શોમાં આ કામના મરણજનાર રાજુભાઇ ભગુભાઇ તથા આરોપી વિજયભાઇ લાલજીભાઇ બાલઘીયા વચ્ચે થયેલ બોલા ચાલીની અદાવત રાખી તા.૦૪/૦૩/૨૦૨૦ ના રોજ રાજુભાઇ ભગુભાઇ પાન માવાની દુકાન ઉપર માવો ચોળતા હતા. તે દરમ્યાન આ કામના આરોપી વિજયભાઇ લાલજીભાઇ બાલઘીયા રહે. જેસર વાળા પોતાનું મોટર સાયકલ રાજુભાઇ પાસે ઉભુ રાખી અગાઉના ઝગડાને લઇ ગાળો આપતા રાજુભાઇ એ ગાળો આપવાની ના પાડતા આ કામના આરોપી એ છરી કાઢી તેને મારવા જતા રાજુભાઇ ભાગતા થોડે દુર રસ્તામાં પડી જતા વિજય લાલાજી એ તેની પાસેની છરીનો એક ઘા રાજુભાઇને વાસામાં મારી વિજય લાલાજી તેના મોટર સાયકલ ઉપર નાસી ગયેલ જે બાબતની ફરીયાદ ઉપરથી જેસર પોલીસ સ્ટેશનમાં આરોપી વિજયભાઇ લાલાજીભાઇ બાલઘીયા વિરૂધ્ધ્માં ગુન્હો રજીસ્ટર કરી આ કામની તપાસ પો.સ.ઇ.  જેસર પોલીસ સ્ટેશનાન ચલાવતા હોય અને આરોપીને પકડવા માટે ચક્રો ગતીમાન કરવામાં આવેલ આરોપીની માહિતી મેળવવા એલ.સી.બી. સ્ટાફના માણસો સીટી વિસ્તારમાં પટ્રોલીંગમાં હતા. દરમ્યાન આરોપી જવેલસ સર્કલ પાસેથી મળી આવતા તેને પકડી લેવામાં આવેલ અને મજકુર આરોપી વિજયભાઇ લાલજીભાઇ રહે. જેસર વાળાને પોલીસ સબ ઇન્સ.   જેસર પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોપી આપેલ

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી.,એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામભાઇ ગોહેલ તથા પો.કો. મહેન્દ્રભાઇ ચૈાહાણ તાથ સંજયભાઇ ચુડાસમા વિગેરે માણસો જોડાયેલ હતા.

Previous articleભાવનગરના જવાહર મેદાન ખાતે વિશ્વ મહિલા દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓ પુરજાશમાં
Next articleકંઈક ખૂટે છે….. – સાધુ સર્વકુશલદાસ(વચનામૃત જીવનમાર્ગદર્શક –૪૪)