કૌશલ્યવર્ધક પ્રવૃત્તિના પાઠ ભણતાં ઘનશ્યામનગર પ્રા. શાળા માં બાળકોનો વાનગીમેળો યોજાયેલ.

1638

બાળકોમાં વિવિધ કૌશલ્યો ખીલે  જેવાં કે વિવિધ વાનગીઓ બનાવવાનું આયોજન કરવું, બાળકોની રસરુચિ મુજબની વાનગીની પસંદગી, વસ્તુઓની ખરીદી કરતા શીખે, વાનગીઓ બનાવતાં શીખે, વેચાણ ભાવ નક્કી કરતાં શીખે,વેચાણ કરતાં શીખે, ગ્રાહક સાથે યોગ્ય વ્યવહાર કરતાં શીખે, વેચાણ બાદ જરૂરી હિસાબ- નફા-ખોટની ગણતરી કરવી, નફા-ખોટની ગ્રુપમાં વહેંચણી કરવી, વગેરે કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર વિવિધ વાનગીઓ જેવી કે ચણા-મઠ, ચણા-મસાલા, ચણા ચોર ગરમ, બટેટા-ભૂંગળા, પાંવ-ગાંઠિયા, બટેટા-પૌવા, સેન્ડવીચ,  મસાલા ટમેટાં,  મસાલા પાપડ, મસાલા છાશ, વરિયાળી શરબત, લીંબુ શરબત, વિવિધ  પ્રકારની ભેળ  જેવી વાનગીઓના 27 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યાં હતાં. બાળકોએ વાનગીઓ બનાવી તેનું વેચાણ કર્યું હતું. શાળા પરિવારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આચાર્યશ્રી અને એસ.એમ.સી.કમિટિએ  પ્રોત્સાહન આપી ઉત્સાહ વધાર્યો હતો

Previous articleઈસ્કોન કલબનાં પાછળનાં ભાગે બોરતળાવનાં પાણીમાંથી મૃતદેહ મળ્યો
Next articleકંગના રાણાવત બે માસમાં ૨૦ કિલો વજનને ઘટાડશે