ભાવનગર ૧૪ નાળા ઘોઘારોડ પ્લોટ નં-૧૬૪૪ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૨૫૬ કિ.રૂ. ૮૨,૮૦૦/- નો મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

1686

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ.ભાવનગર ટીમ જેસર વિસ્તારમાં હતી. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રૂવાગમ વાળો જીતુભાઇ વાલાભાઇ સોલંકી તથા ઘોઘારોડ ૧૪ નાળા રાજારામના અવેડા પાસે પ્લોટનં-૧૬૪૪ના કબ્જો ભોગવટો ઘરાવતા કાનાભાઇ નાથાભાઇ બારૈયા વાળા એ દારૂનો જથ્થો ઉતારેલ છે. અને તેના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે રેઇડ કરતા રહેણાક મકાનનો કબ્જો ભોગવટો ઘરાવતા કાનાભાઇ નાથાભાઇ બારૈયા રહે. ઘોઘારોડ ૧૪ નાળા રાજારામના અવેડા પાસે પ્લોટનં-૧૬૪૪ વાળાના કબ્જા માંથી કુલ બોટલ નંગ-૨૫૬ કી.રૂ.૮૨,૮૦૦/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦પ/- નો માદામાલ મળી આવતા તેના વિરૂધ્ધમાં પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ ૧૧૬બી,૮૧ મુજબ નો ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે
.
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.  એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા જયરાજસિંહ જાડેજા પો.કો. જયદિપસિંહ ગોહિલ તથા ઇમ્તીયાઝખાન પઠાણ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleપ્રણવ રાજયગુરૂને સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ ઇનોવેશન બદલ આઇ.આઇ.ટી. દિલ્હી ખાતે બેસ્ટ ઇનોવેટીવ ટીચર એવોર્ડથી સન્માનિત કરાયા
Next articleશિક્ષક એકતા નુ થશે વિરાટ પ્રદર્શન