ગોહીલ પરિવારના મોભીને ભાવપુર્વક શ્રદ્ધાંજલી અર્પણ

0
486

મીઠપ વાળા માનવી જગ છોડી જાશે;
કાગા એની કાણ ઘર ઘર મંડાશે..

ભવ લગ ભુલાશે નહિ, સુતા ભલે સ્મશાણ;
કાગા કાયમ કાણ, મીઠા માનવીઓ તણી..

નવાણિયા અમારા ગોહીલ પરિવાર ના મોભી, અને અમારા માવતર, અમારા પરિવાર નો ઘેઘુર વડલો, એવા અમારા પિતાજી સ્વ પોપટભા હેમુભા ગોહીલ ગઈ તા.17.3.20 ના રોજ સ્વર્ગવાસ થયેલ, એમની ગેરહાજરી અને એમના ભણકારા હજુ અમારા પરિવાર ના આંસુ બંધ થવા નથી દેતા, ત્યારે આ પવિત્ર આત્માએ સમાજના બધા લોકો સાથે એવી આત્મીયતા કેળવી હતી કે ક્ષત્રિય ને શોભે તેવો તેનો હોકરો નો અવાજ કાયમ માટે જ્યારે અમને સુનવાયું કરી ને માં ખોડિયાર ના ચરણો માં ગયો છે ત્યારે, આ પવિત્ર આત્માની ઉતરક્રિયા આવતી તા.27.3.20 ને શુક્રવારે અમારા નિવાસ સ્થાને(સરિતા સોસાયટી-ભાવનગર) રાખેલ પરંતુ હાલમાં કોરોના વાઇરસ ની સ્થિતિ ગંભીર સ્વરૂપ તરફ જઈ રહી હોય, અમારા સમસ્ત કુટુંબ પરિવારે નિર્ણય લીધેલ હોય કે તેમની ઉતરક્રિયા શાસ્ત્રોક્ત વિધિ થી અમારો પરિવાર કરશે, પરંતુ આ સમયે હાલની સ્થિતિ ને લઈને સગા- સંબંધી, કુટુંબીજનો, અમારા વતન નવાણિયા ગામના પરિવારજનો ઉતરક્રિયા માં હાજરી આપવામાંથી અમો છુટ્ટી આપેલ છે. હાલમાં મોટી સંખ્યામાં ભેગું થવું કોરોના વાઇરસ માં ચિંતા જનક બાબત હોવાથી, અમારા પિતાજી એ અમોને ગળથૂંથી આપેલ પ્રેક્ટિકલ થવાની વ્યવહારિક સમજણને આપ સમજશો એજ અમારા માટે અમારા પિતાજી ને આપના તરફથી શ્રદ્ધાંજલિ અમો ગણીશું..અમારા પિતાજીના દેહાંત બાદ અમોને ફોન થી, રૂબરૂ કે બેસણા માં આવી અમારા દુઃખ માં ભાગ લેવા બદલ તમામ સ્નેહીનો ગોહીલ પરિવાર કાયમમાટે ઋણી છે..જયમાતાજી
ચેતનસિંહ પોપટભા ગોહિલ
મનૉહરસિંહ પૉપટભા ગૉહિલ (લાલભા)
મંત્રી(ગુજરાત પ્રદેશ કોંગ્રેસ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here