કોરોના વાઈરસને લઈ રાણપુર ગ્રામ પંચાયત એક્શન મોડમાં:શહેર આખામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

1015

બહારના રાજ્યો તેમજ અન્ય શહેરોમાંથી રાણપુર આવેલા ૧૨ લોકોને પોતાના ઘરમાં હોમક્વોરનટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.


બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કોરોના વાઈરસને લઈ સ્થાનિક તંત્ર તેમજ ગ્રામ પંચાયત એક્શન મોડમાં આવ્યુ છે ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્રારા સરકારી દવાખાનુ,બસ સ્ટેશન થી પોલીસ સ્ટેશન રોડ સુધી તેમજ ખાનગી હોસ્પિટલો અને ધંધુકા રોડ,મેઈન બજાર સહીત રાણપુરના તમામ વિસ્તારોમાં દવા નો છંટકાવ કરવામાં આવ્યો હતો.રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ છેલ્લા ચાર દીવસથી રાણપુર ના તમામ વિસ્તારોમાં દવા છાંટવામાં આવી રહી છે.આ કામગીરી દરમ્યાન ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા,તલાટી અને સભ્યો સ્થળ ઉપર ખડેપગે હાજર રહી ને રાણપુરના તમામ રોડ અને વિસ્તારોમાં ફુવારા થી દવા નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે સરપંચ મનહરભાઈ પંચાળા સહીત સભ્યો અને કર્મચારીઓની કામગીરીથી રાણપુર શહેરના લોકો તેમની પ્રસંશા કરી રહ્યા છે..જ્યારે બહારના રાજ્યોમાંથી અને શહેરોમાંથી રાણપુરમાં આવેલા ૧૨ જેટલા લોકો ને પોતાના ઘરમાં હોમ ક્વોરનટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં રાણપુરની અશર સોસાયટીમાં ૧૦ લોકો,ખાદી વસાહતમાં ૧,ત્રિકમપરામાં ૧ કુલ મળી ને ૧૨ લોકોને પોતાના ઘરે હોમ ક્વોરનટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.જ્યારે રાણપુર મામલતદાર કચેરી તરફથી સુચના મુજબ રાણપુરમાં આવેલ અનાજ,કરીયાણા,શાકભાજી તેમજ મેડીકલ ની દુકાન વાળા ને ત્યા આવતા ગ્રાહકો ને ત્રણ ફુટ ના અંતરે ઉભા રહેવા માટે કોર્ડન બનાવામાં આવી હતી..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleકોરોના વાયરસ લોક ડાઉન સબબ પ્રભાસ પાટણ પોસ્ટે વિસ્તારમાં ગરીબો તથા ભિક્ષુકો ને ભોજન વિતરણ કરી
Next articleરાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્રારા લોકડાઉન દરમ્યાન ફરજ બજાવતા કર્મચારીઓ માટે ચા-નાસ્તાનું આયોજન કરાયુ..