ગાંધીનગરમાં ઉનાળો આકરો બન્યો : તાપમાન ૪૧ ડિગ્રીએ

0
443
gandhi3132018-4.jpg

થોડા દિવસ અગાઉ બદલાયેલા વાતાવરણથી શહેરમાં મોસમે પણ મીઝાજ બદલ્યો હતો. ત્યારબાદ તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના કારણે  ગાંધીનગર શહેરમાં ઉનાળાની ગરમી ધીમે ધીમે રોદ્ર સ્વરૃપ ધારણ કરતી હોય તે પ્રકારે અનુભવવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસથી  તાપમાનનો પારો પણ ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાઇ રહ્યો છે. પરંતુ ભેજના પ્રમાણમાં થઇ રહેલાં ઘટાડાના પગલે વાતાવરણ પણ ઉકળાટ ભર્યું છવાયું છે. આમ શહેરમાં ભેજવાળા વાતાવરણ વચ્ચે પણ ગરમીનું આક્રમણ યથાવત્‌ રહેતાં ગુરૃવારે મહત્તમ તાપમાનનો પારો ૪૧.૨  ડિગ્રીએ નોંધાયો હતો.
સમગ્ર ગુજરાતમાં થોડા દિવસ અગાઉ વાતાવરણમાં આવેલાં પલટા બાદ મોસમે પણ બદલાવ કર્યો હોય તે પ્રકારે વાદળછાયું વાતાવરણ અનુભવવા મળ્યું હતું. પરંતુ ધીમે ધીમે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધારો થવાના પગલે પુનઃ ઉનાળાની સીઝન જામી હોય તે પ્રકારે વાતાવરણ સર્જાયું છે. છેલ્લા ચાર દિવસથી સતત તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી વધુ નોંધાવાના પગલે ગરમી પણ આક્રમક બની હોય તે પ્રકારે દિવસ દરમ્યાન ગરમી અનુભવવા મળી રહી છે. તો બીજી તરફ ભેજના પ્રમાણમાં પણ સતત થઇ રહેલાં ઘટાડાના પગલે ઉકળાટ ભર્યા વાતાવરણનો અનુભવ કરતાં નગરજનો પણ ત્રસ્ત થઇ ગયા છે. 
હજુ તો ચૈત્ર માસ મધ્યમાં ચાલી રહ્યાં છે ત્યારે આકરી ગરમી વચ્ચે લોકો શેકાઇ રહ્યાં છે. આમ સતત ભેજના પ્રમાણમાં થઇ રહેલાં ઘટાડાના પગલે ઉકળાટમાં પણ વધારો નોંધાતાં તેની અસર વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. ચાર દિવસથી  સતત તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી જતા નગરજનો પણ ગરમીથી ત્રસ્ત થઇ ગયા છે. તો બુધવારે મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો બીજી તરફ ગુરૃવારે મહત્તમ તાપમાનનો પારામાં વધારો નોંધાતાં ૪૧.૨ ડિગ્રીએ આવીને અટકી જતાં તેની અસર દિવસ દરમિયાન જોવા મળી હતી. અચાનક જ ગરમીમાં વધારો નોંધાતાં શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો પણ સુમસામ જોવા મળ્યાં હતાં તો હજુ તો એપ્રિલ અને મે માસમાં ગરમી પોતાનું કેવું રૌદ્ર સ્વરૃપ બતાવશે તો તે હાલના વાતાવરણ ઉપરથી અનુભવવા મળી રહ્યું છે. હજુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here