અનુભવના ઓટલે અંક: ૫૪ અન્ન એવો ઓડકાર

0
203

હિંદુ ધર્મમાં “અન્નમ ધર્મમ” કહીને અન્નનેઇશ્વરનું સ્થાન આપ્યું છે. અન્ન દિવ્ય છે એમ કહેવાયુંછે. વિશ્વના બધા જ ધર્મો અન્નને આદર આપવાનુંકહે છે,કારણ કે અન્નથી શરીરનું પોષણ થાય છે,શક્તિ મળે છે. પહેલાના જમાનામાં અમુક કુટુંબોમાંબઝારમાંથી ખાવાની તૈયાર વાનગીઓ આવતી નહિ.કોઈ અજાણી વ્યક્તિના હાથનું બનાવેલું ભોજનખવાતું નહિ. આ વાતને ધર્મ સાથે સાંકળી લેવામાંઆવી હતી.

એસ્ટ્રોલોજીના એક વિભાગ એવાહસ્તરેખાશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે: વ્યક્તિનીસમજશક્તિનું પ્રમાણ આપતી આંતરિક મનોદશામુજબની હસ્તરેખાની રચના બનતી હોય છે.લાંબાગાળાની વિચારોની પેટર્નના લીધે હાથનીઆંગળીઓના આકાર તથા રેખાઓ બદલાય છે.આમ, આપણા શરીરમાં મગજ, ઉદ્ભવતા વિચારો,હાથની રેખા અને આંગળીઓ એકમેક સાથેસંકળાયેલા હોય છે. બસ આ જ કારણસર આપણાંવડીલો કોઈના હાથનું ભોજન સ્વીકારતા ન હતા.ભોજન બનાવનારના વિચારો, વૃત્તિઓને કારણેઆપણામાં પણ પરિવર્તન આવે છે, ભોજનબનાવનાર વ્યક્તિના વિચારોની અસર આપણામસ્તિષ્કને થાય છે. આવા કારણોસર પહેલાનાસમયમાં બહારનું ભોજન ત્યાજ્ય ગણાતું હતું. વળીપૂર્વ સમયના લોકો એવું માનતા હતા કે: “અન્ન એવોઓડકાર” કેટલાંક પરિવારમાં એવો રિવાજ હતો કેવહુ માતા ન બને ત્યાં સુધી તેને રસોડાનો હવાલોસોંપવો નહિ. કારણ કે તેઓ માનતા હતા, કે સ્ત્રીજ્યારે માતા બને છે, ત્યારે તેનામાં માતૃત્વનીલાગણી વહેતી થાય છે. તેનામાં પોતાના પરિવાર પ્રત્યેએક ભાવ જાગે છે. જેના કારણે પરિવારના સભ્યોલાગણીના તાંતણે બંધાયેલા રહે છે. વહુ માતા બનેછે, ત્યાં સુધીમાં પોતાના પરિવારના સભ્યોની ફૂડહેબિટથી પરિચિત થઈ જાય છે. તેથી દરેકને ભાવતુંભોજન પીરસી તેને જીતી લે છે. તે પરિવારમાંલાગણીનું સામ્રાજ્ય ઊભું કરી દે છે. ઠરેલપણું,ધીરજ, ખંત અને સહનશીલતાના ગુણો કેળવીકુટુંબના દરેક સભ્યોને ભાવતું ભોજન જમાડી તેનાઆરોગ્યની કાળજી લેતી હોય છે. આ બધા પાસાચકાસીને પરિપક્વ વહુને સાસુ રસોડાનો હવાલોસોંપતી હશે તેમ મારું માનવું છે. મતલબ આહારજેટલો શરીરને ટકાવવા જરૂરી છે એટલો જ એઆપણા વિચારોને શુદ્ધ બનાવી વર્તનનું ઘડતરકરવામાં ઉપયોગી છે. આપણી આસપાસ એવા ઘણાલોકો જોવા મળે છે, જે દિવસ-રાત શું ખાવું તેનાવિશે વિચારતા હોય છે. ત્યારે બીજી તરફ કેટલાકલોકો વારંવાર ઉપવાસ કરતા જોવા મળે છે. મારીદૃષ્ટિએ બંને પોતાનું આરોગ્ય ગુમાવે છે, કારણ કે‘અતિની ગતિ નથી હોતી’. કેટલાક લોકો પરિવાર કેકામના ટેન્શનમાં હોય છે, ત્યારે ઘરે આવતા જભૂખ ન હોવા છતાં ફ્રીઝ ખોલી જે મળે તે ખાવા બેસીજાય છે. અસહજ અવસ્થામાં લીધેલો આહાર,લાભ કરવાના બદલે હાનિ કરે છે. ટેલિવિઝન કેમોબાઇલ પર રોકાયેલો આજનો માણસ રૂચી વગરનુંભોજન આરોગી પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે. કેટલાકલોકો અંદરનો ખાલીપો ભરવા અથવા ટેન્શનમાંથીબહાર નીકળવા, બહારની ચટાકેદાર વાનગીઝાપટતા હોય છે. ભૂખ વગરનું લીધેલું ભોજન પોષણઆપવાના બદલે પેટ બગાડે છે. આવા કારણોસરલોકોનું આરોગ્ય બગડતું જાય છે. અપચો અનેકબજિયાત રોગનું મૂળ છે, ધરમશાળા છે. રહેવા-જમવાની સગવડ જ્યાં સારી મળતી હોય છે, ત્યાંઆપણે ફરવા જવાનું પસંદ કરીએ છીએ. તેમઅપચો અને કબજિયાત આવા લોકોના શરીરમાંમહેમાન બની આવી પહોંચે છે. આવા ગુંદરિયામહેમાનથી આપણે ચેતતા રહેવું જોઈએ. અણગમતાગુંદરિયા મહેમાનને આપણે ઘરમાં આમંત્રિત કરતાનથી. ત્યારે શરીરમાં આવી પહોંચતા ગુંદરિયામહેમાનને ભૂલથી પણ પ્રવેશ ન મળે તે માટે સાવચેતરહેવું પડશે. ઇચ્છાના અરમાનથી ભરેલી જિંદગીની,દોડધામમાં હું અને તમે આપણા આહારનું ધ્યાનરાખતા નથી, પરિણામે અનેક પ્રકારની ગોળીઓ લેવીપડે છે. આવી રોજ લેવી પડતી ગોળીઓ આપણાઅનેક કોષોનો નાશ કરી દે છે. જેના કારણે શરીરનુંબેલેન્સ બગડે છે. પરિણામે શરીરમાં અવનવા રોગોપેદા થાય છે. ભેળસેળિયો ખોરાક પણ આમાં ઘણોજવાબદાર છે. આપણે એક વાત યાદ રાખવા જેવીછે. જિંદગીને ટકાવા શરીરને પોષણ મળે તે માટેઆહાર લેવો પડે છે, મોજશોખ સંતોષવા નહિ.તેથી શરીરને ઉત્તમ પોષણ મળે તેવો ખોરાક લેવોજોઈએ. ભોજન શાંતચિત્તે કોઈ પણ જાતની ચિંતાવિના લેવાનું રાખવું જોઈએ. કાળજીપૂર્વક લીધેલોપોષક આહાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થબનાવે છે. ઉત્તમ આહાર ઉપયોગી રસાયણો તૈયારકરે છે. પરિણામે આંખ, કાન, નાક, જીભ, મન – એ દરેક થકી મગજ સંવેદનાની અનુભૂતિ કરે છે.સંવેદના, આપણા ચિત્તનો ખોરાક છે. સાંભળવું,વાંચવું, વસ્તુનો સ્પર્શ કરવો, ગમતી પ્રવૃત્તિ કરવી – એમનનો આહાર છે. અશુદ્ધ આહારથી શરીર બગડે છે.જ્યારે અશુદ્ધ વિચારો માણસને બધી રીતે પાયમાલકરી દે છે. નીરોગી શરીર હોવા છતાં રોગની પાઠશાળાબની જાય છે. કુસંગી લોકોનો સંસર્ગ અને અશ્લીલપુસ્તકોનું વાંચન આપણા મનને અશુદ્ધ બનાવે છે.સોશ્યલ મીડિયા આપણને કોઈવાર ઊંડી ખાઈમાંધકેલી દે છે, તેની ઘણા લોકોને ખબર પણ પડતીનથી. ગેરમાર્ગે દોરનારા વિચારો આવા માધ્યમો સતતઓકતા હોય છે. વળી, આવી સામગ્રી વિના વિલંબેઉપલબ્ધ બનતી હોવાથી ખૂબ મોટો વર્ગ તેનો ભોગબની રહ્યો છે. ટૂંકમાં, અશુદ્ધ આહાર વડે આજનોમાણસ તન અને મનથી કાયર થઈ ગયો છે. મન વ્યગ્રરહેતું હશે તો શરીર પણ તંદુરસ્ત રહી શકશે નહિ.તેથી મનની તંદુરસ્તી જાળવવા ઉત્તમ પુસ્તકોનુંનિયમિત વાંચન કરવું જોઈએ. વિચારોને પરિપક્વબનાવા સત્સંગમાં રહેવું જોઈએ. શ્રેષ્ઠ વક્તાઓનાપ્રવચનો સાંભળવાની આદત કેળવવી જોઈએ.સોશિયલ મીડિયાનો ચાહક બનેલો માણસ ઉત્તમવિચારો વાંચે જરૂર છે, પણ તેને આચરણમાં મૂકીશકતો નથી. તેનું કારણ બદલાતી આદતો અને ગમે તેના હાથનું તૈયાર થયેલું ભોજન આરોગવાની પડેલીટેવ છે. આવું ને આવું ચાલતું રહેશે તો ટોળામાં પણમાણસ એકલતા અનુભવતો થઈ જશે. માહિતીરૂપીઆહાર ચિત્ત સુધી પહોંચે છે, ત્યારે મનને પોષણમળવાની શરૂઆત થાય છે. સાત્ત્વિક મહિતીનોરોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરવાની આદતકેળવાશે, તો ઇન્દ્રિયો પર વિજય મેળવી આપણેજિંદગીની બાજી જીતી શકીશું. બાહ્ય દુનિયા સાથેસંપર્ક જાળવવા આપણે ભલે સોશિયલ મિડિયાનોઉપયોગ કરતા હોઈએ, પરંતુ તેનો ઉપયોગ કરવામાંઆપણી ભીતરની દુનિયા છૂટી ન જાય, તેનીસાવધાની રાખવી પડશે. ઇચ્છાઓના જગતમાંસામ્રાજ્ય સ્થાપવું હશે તો ભીતરની ભૂગોળ જાણવીપડશે. આનંદ મેળવવા ભલે ભીતરની બારી,બારણા, ખોલી બહાર નીકળવું પડે. બાહ્યઆનંદરૂપી ઊર્જા પ્રાપ્ત થતાં જ ભીતરમાં પરત ફરતાશીખવું પડશે. આજ-કાલ મોબાઈલનો ગુલામ બનેલોમાણસ ઘરના નજીકના સભ્ય સાથે પણ મોબાઇલછોડી વાત કરવા તૈયાર થતો નથી. તેની પાસે કોઈનામાટે સમય નથી. મન રૂપી રિસીવરમાં આસપાસનાજગતમાં જાગતા વિચારોના તરંગો ઝિલાતા હોય છે.મનરૂપી રિસીવર આહારરૂપી ઊર્જા વડે ચાલે છે. શુદ્ધખોરાક હકારાત્મક ઊર્જા આપે છે, પણ અશુદ્ધઆહાર એટલે કે બાહ્ય ખોરાકમાંથી આપણનેમહદઅંશે નકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. આવીનકારાત્મક ઊર્જાનો ભોગ બનનાર વ્યક્તિઇલેક્ટ્રોનિક ઉપકરણોનો દાસ બની કામ કરવા લાગેછે. આદતથી મજબૂર બનેલો માણસ મનોબળગુમાવે છે. નક્કી કરેલા કાર્યો પણ સમયસર પાર પાડીશકતો નથી. નકારાત્મક ઊર્જા વડે કાયર બનેલીવ્યક્તિની સંકલ્પશક્તિ ધીરે-ધીરે નાશ પામે છે.શારીરિક શક્તિ પણ ઘટી જાય છે. લીધેલો ખોરાકપચતો નથી. કસરતના અભાવે શરીરમાં ચરબી જમાથવા લાગે છે. બેડોળ બનેલું શરીર રોગનું ગેસ્ટહાઉસબની જાય છે. તેનાથી ઊલટું જો સારા પુસ્તકોનુંવાંચન, શુદ્ધ આહાર લેવાની ટેવ કેળવી હશે તોઉત્તમ ચારિત્રનું નિર્માણ થઈ શકશે. રસોડાનો હવાલોસંભાળતી સ્ત્રી આધ્યાત્મિક વિચારો ધરાવતી હશે તોપરિવારના સભ્યોને તેનો ખૂબ લાભ થાય છે.ઇતિહાસમાં તોરલનું ઉદાહરણ આ વાતની સાક્ષી પૂરેછે. સતિ તોરલ પોતાના સંસ્કાર અને ભક્તિ વડે પાપીજેસલને ઉગારી લે છે. સંસ્કારોનું નિર્માણ કરવાદેશની માતાઓનું માતૃત્વ ખીલવું જોઈએ. રસોઈતૈયાર થતી હોય તેવા સમયે ઉત્તમ વિચારો કરવાજોઈએ. કારણ કે વ્યક્તિના વાઈબ્રેશનની સીધીઅસર તૈયાર થતાં ભોજન પર પણ પડતી હોય છે.રસોઈ બનાવનાર સ્ત્રી જો નકારાત્મક વલણ ધરાવતીહશે તો આખા પરિવાર પર તેની ગંભીર અસર થયાવિના રહેતી નથી. તેથી દરેક માતાઓને મારી અપીલછે: ઉત્તમ વિચારો સાથે પોતાના રસોઈઘરમાં ભોજનતૈયાર કરવા જોડાય. આમ, થશે તો પુન:લાગણીનાછોડ પર સંબંધોના પુષ્પો ખીલી મહેકી ઊઠશે. મઘ-મઘતો બાગ આપણા જીવનને હર્યું-ભર્યું બનાવી દેશે.આપણે જ્યારે આવું કરી શકીશું ત્યારે ઉમંગનીઉષાનો ઉજાસ ચોમેર પથરાઈ જશે. લેખનું લખાણવાંચી સારસ્વત મિત્રોને પ્રશ્ન ઉદ્ભવતો હશે કેઆહારમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણની વાત ક્યાંથીઆવી? ઉત્તર સાવ સરળ છે. જ્યાંથી આહારઘરમાં આવે છે, ત્યાંથી જ આ વાતનો સેતુ જોડાયછે. હોટલમાં ભોજન બનાવતા માણસો યાંત્રિકઉપકરણોની જેમ નોકરીના ભાગ રૂપે તે કામ કરતાંહોય છે. જ્યારે ઘરની ગૃહિણી લાગણી સાથે જોડાઈતે કાર્ય કરતી હોય છે. તેથી લાગણીનું સત્ત્વ તેમાંભળે છે. પરિણામે વિચારો હકારાત્મક બને છે. આવુંતૈયાર થયેલું ભોજન આરોગતા જ ભોજન લેનારવ્યક્તિને આનંદ આવે છે. તેની અસર મગજ સુધીપહોંચે છે. ઉત્સાહ અને ઉમંગનો સંચાર થાય છે.રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે તંદુરસ્તીનુંસામ્રાજ્ય સ્થપાય છે. શાંતિને સાચવવા સમજ પૂર્વકબારીઓ ખોલવી પડે છે. બીજા શબ્દમાં કહુ તોરસોઈ બનાવાની કડાકૂટમાંથી બચવા આપણે બહારહોટલનું ભોજન લેવાનું પસંદ કરતા હોઈએ છીએ.આપણે તેના દૂરગામી પરિણામો વિશે વિચારતા નથી.એટલું જ નહિ બાહ્ય આહારથી થતી અસરનોઆપણને ખ્યાલ આવતો નથી. આપણી બેદરકારીનાલીધે જ આપણું અધ:હપતન થાય છે. જેના કારણેપરિવારના સભ્યને પડતો મૂકી આપણે સોશિયલમિડીયામાં મિત્રોની શોધ કરવા નીકળી પડીએ છીએ.આવા મિત્રોની શોધમાં ફસાઈ વાસ્તવિક સંબંધોનુંજગત ખોઈ બેસીએ છીએ. હમણા-હમણા મનેઆવો અનુભવ ડગલે ને પગલે થાય છે. ઘરમાં એકતરફ મહેમાન બેઠા હોવા છતાં મોબાઇલની સ્ક્રીનપરથી નજર હટતી નથી. સમજ્યા વિના સ્માઈલઆપી હોકારો જરૂર ભણતા હોય છે. મોબાઇલઆવા લોકોનો પીછો છોડતો ન હોય તેમ આવેલામહેમાનને ઉત્તર વાળી દેતા હોય છે.

જમવાનો સમય થતા હોટલમાં મહેમાનને લઈજવાનો રિવાજ શહેરમાં ઘર કરી ગયો છે. જાત-જાતની વાનગીઓનો ઓર્ડર કરી વટ પાડવાનો ચસકોજેવો તેવો ન કહેવાય: સંસ્કૃતિનું નામોનિશાન નહિરહે તેવી પ્રણાલી દિનપ્રતિદિન વિસ્તરી રહી છે.

“શબ્દનું શમ્યું છે તોફાન,દિલનું ગયું છે ગુમાન,

કહે ‘ઝગમગ’ સંસ્કાર અને સંસ્કૃતિનો સૂર્ય થયો છેઅસ્ત,

કાશ!દોસ્તો તમને,જમાનો લાગે ભલે મસ્ત”

 

લેખક:- લાભુભાઈ ટી.સોનાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here