ભાવનગર માં કોરોના પોઝિટિવ નો દર્દી થયો કોરોના મુક્ત થતા રજા અપાઈ

0
593

ભાવનગર..
ભાવનગર માં કોરોના પોઝિટિવ નો એક દર્દી કોરોના મુક્ત થતા એક રાહત અને સારા સમાચાર નો અનુભવ થયો છે.ગત તા.29 નારોજ ઘોઘા રોડપર રહેતા જશુભાઈ જામ્બુચા નામના વ્યક્તિ ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કરાયો હતો આઇશોલેટેડ .જેની 16 દિવસ ની સારવાર અને વ્યક્તિ નો જુસ્સો રંગ લાવ્યો હતો સાથે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ના ડોક્ટરો અને સ્ટાફ ની મહેનત રંગ લાવી હતી અને જશુભાઈ ની સારવાર બાદ ફરી 2 વાર તેનારિપોર્ટ નેગેટિવ આવતા આજે તેને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ પળ ને ડોક્ટરોએ તાળીઓ પાડી વધાવી હતી. જ્યારે સ્ટાફ પણ ખુશ જોવા મળ્યો હતો.કોઈ જંગ માંથી જીત મેળવી હોય તેન જશું ભાઇ આજે આઇશોલેશન વોર્ડ માંથી બહાર આવ્યા હતા.જ્યારે આ દિવસ ભાવનગર નાડૉક્ટરો માટે નોંધનીય રહેશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here