કોરોના મહામારીના સમયમાં પોસ્ટ વિભાગની પ્રશંસનીય કમગીરી

ગંગાસ્વરૂપ બહેનો માટે લૉકડાઉનમાં દેવદૂત બન્યા પોસ્ટ્મેન

0
161

રાજકોટ જિલ્લાની 14000 ઉપરાંત ગંગાસ્વરૂપ બહેનોને ઘેરબેઠા પહોંચાડે છે સરકારી સહાય

દેશ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે વિવિધ સંસ્થા સાથે જોડાયેલા લોકો કોરોના સામેની લડાઈમાં પોતાનું ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. સંદેશાવાહક તરીકે એક સમયે જેમની મુખ્ય ભૂમિકા હતી તે પોસ્ટ ઓફિસો દ્વારા પણ આ સમયે મહત્વની સેવાઓ અપાઈ રહી છે. પોસ્ટમેનો દેવદૂતની માફક લોકોના ઘરે પહોંચી ગંગા સ્વરૂપ બહેનોને સહાય પહોંચાડી રહ્યા છે.

એક સમય હતો કે લોકો પોસ્ટ કાર્ડ લખતા અને દૂર-દૂર સુધી રહેતા તેમના સગાઓને સંદેશા પહોંચાડતા જોકે સમય બદલાયો અને એમની સાથે લોકોની જરૂરિયાત પણ બદલાઇ. પોસ્ટ કાર્ડ નું સ્થાન હવે વોટ્સએપ મેસેજ તેમજ ઇમેઇલ લઈ લીધું છે ત્યારે આજની પેઢી માં પોસ્ટ ઓફિસ તેમજ પોસ્ટમેન ની લોકપ્રિયતા ખૂબ જ ઓછી છે જોકે દેશ જ્યારે કોરોનાની મહામારીમાં મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આ જ સરકારી સંસ્થા એટલે કે પોસ્ટ ઓફીસ આગળ આવી છે. સરકાર દ્વારા દર મહિને લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે. આ ગંગાસ્વરૂપ મહિલાઓ રૂપિયા લેવા દર મહિને પોસ્ટ ઓફિસ પહોંચી જતા હોય છે. જો કે અત્યારે લૉકડાઉનની સ્થિતિ છે આ સ્થિતિમાં આ ગંગાસ્વરૂપ મહિલાઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે તો કેટલીક મહિલાઓ એવી પણ છે કે જેમનું ગુજરાન સરકાર દ્વારા અપાતા વિધવા પેન્શન માંથી ચાલતું હોય છે ત્યારે ઘરની બહાર ન નીકળવાના કારણે તેમની આર્થિક મુશ્કેલીઓ વધી છે. જરૂરિયાતના આ સમયે આગળ આવી છે પોસ્ટ ઓફિસ . રાજકોટની પોસ્ટ ઓફિસ દ્વારા જેઓ પોસ્ટ ઓફિસ સુધી ન પહોંચી શકતા હોય તેમના ઘર સુધી આ રૂપિયા પહોંચી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here