મહુવા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

702

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શામજીભાઇ ઉર્ફે કાજી કાનાભાઇ રાઠોડ રહે.ખત્રીવાડા ગામ, તા.ઉના, જી.જુનાગઢ વાળો લાલ કલરનો શર્ટ અને કાળા કલરનુ પેન્ટ પહેરીને મહુવા વિકટર ચોકડીએ ઉભેલ છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા શામજીભાઇ ઉર્ફે કાજી કાનાભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો. ખેત મજુરી રહે.ખત્રીવાડા ગામ, તા.ઉના, જી.જુનાગઢ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૬/૨૦૨૦ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(૨)(આઇ)(જે)(એન),૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૨૧૨ વિ. મુજબનો ગુન્હો નોધાયેલ હોય જેથી મજકુર ઇસમ સામે ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleશિહરો પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી
Next articleભવનગર રેલ્વે ડિવિઝનના ડીઆરએમ પ્રતીક ગોસ્વામીને સીઅમે વિજય રૂપાણીના હસ્તે સન્માનિત