SRP સ્થાઈ કરો ની માંગ સાથે ટ્વિટર પર જસ્ટિસ ફોર SRP ના હેશટેગ પર SRP જવાનની દીકરી નો ફોટો થયો વાયરલ

702

ગુજરાત પોલીસ ની એક હથિયારી પાંખ એટલે SRP કે જેમાં આખા ગુજરાત માં જવાનો ની દર ત્રણ મહિને બદલી થાય છે.સુરત ની બટાલિયન રાજકોટ તો રાજકોટ ની બટાલીયન સુરત એમ આખા ગુજરાત માં મોકલે છે SRP જવાન પરિવાર સાથે જીવી શકતો નથી દર ત્રણ મહિને બદલી થી કંટાળી જાય છે માં-બાપ ની ઘડપણ ની લાકડી બનવા ને બદલે માં-બાપ નું જીવન ગોજારું બને છે પત્ની ના સેવેલા સ્વપ્ન રોળાઈ છે બાળકો પણ પિતા ની છત્રછાયા વગર જ રૂંધાય છે
SRP જવાનો એ ટ્વિટર ના માધ્યમથી સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે કે અમને જીલ્લા વાઇઝ નોકરી આપો કારણ વગર બીજા જિલ્લામાં મોકલી સરકાર ને કરોડો રૂપિયા નો ડીઝલ અને ભથ્થા નો માર પડે છે જો પોતાના જિલ્લામાં નોકરી મળે તો ટ્રેસ મુક્ત પરિવાર સાથે જિંદગી જીવી શકે હમણાં બે-ત્રણ કિસ્સા માં SRP જવાનો બદલી થી કંટાળી આપઘાત પણ કર્યા છે આખાયે ગુજરાત ના ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો અને અનેક સેવાભાવી સંગઠનો એ SRP સ્થાઈ કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ને પત્રો પણ લખ્યા છે ટ્વિટર પર એક SRP જવાન ની દીકરી નો ફોટો વાયરલ થયો છે અને તેમાં દીકરી ની વેદના બતાવાય છે કે શું મારા પપ્પા SRP માં છે તો મારે આખી જિંદગી એના વગર જ જીવવાનું ??
બેટી બચાવો મગર પાપા કે બગેર રોજ મત રુલાઓ.
ઉલ્લેખનીય છે કે SRP જવાનો ઘણીજ મુશ્કેલીઓ માંથી પસાર થાય છે ધોબી ના કૂતરાં ની જેમ નઈ ઘર ના કે નહીં ઘાટ ના જેવી જિંદગી જીવે છે નહીં પૂરતી રહેવાની સુવિધા કે નહીં સારી જમવાની વ્યવસ્થા અને એમાંય પરિવાર થી કાયમ દૂર ખરેખર સરકારે આના વિશે વિચારી યોગ્ય કરવાની તાતી જરૂરિયાત છે

Previous articleસિહોર તાલુકાની બુઢાણા ગામની તેજાણી વિદ્યા સંકુલ શાળા એ વિદ્યાર્થીઓને આખા વર્ષની ફી માફ કરી દીધી
Next articleરાણપુરમાં ધારપીપળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં વરસાદી પાણી નો નિકાલ કરવા સરપંચ ને રજૂઆત કરાઈ.