બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માંગે છે કે નહીં- સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ

545

સમગ્ર ભારતમાં ૨૪ લાખ સરકારી જગ્યા ખાલી છે,છેલ્લા 2014 થી આજ દિવસ સુધી દેશમાં ૩૦ હજાર યુવા બેરોજગારો એ આત્મહત્યા કરી છે ૨૦૦૩થી 2019 દરમિયાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટના નામે 9 સેમિનાર થયા છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં 15369 કંપની ગુજરાત છોડી જતી રહી છે.ગુજરાતમાં 2019માં વિધાનસભા ના આંકડા મુજબ 5લાખ 37 હજાર જગ્યા ખાલી છે તેની સામે ગુજરાત સરકારે માત્ર 12869 જગ્યાની ભરતી કરી છે,છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 26350 જગ્યામાં પરીક્ષા ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી નથી અટકાવી છે તો શા માટે અટકાવી છે? અને બાકીની પ્રક્રિયા પૂર્ણ ક્યારે કરશે ? બેરોજગાર યુવાનો ને રોજગારી આપવા માંગે છે કે નહીં?ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 8000 પ્રાથમિક શાળાઓમાં અને 16000 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે આદિવાસી વિસ્તારમાં 65% આશ્રમશાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જ નથી તો બાળકોના ભાવિ નું શું? ગુજરાતમાં સરકારી કોલેજ 107 છે જેમાં માત્ર 16 કોલેજમા જ પ્રિન્સિપાલ છે,લેકચરર ની 616 જગ્યા ખાલી છે ક્યારે ભરશે? ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ ટેટ અને ટાટ ની પરીક્ષા માં 10 લાખ બેરોજગાર યુવાનો એ પરીક્ષા આપી છે તેની સમયમર્યાદા માત્ર ત્રણ વર્ષની જ હોય છે ત્યારે સરકાર આ સમય મર્યાદા માં બાંધ છોડ કરે અને તાત્કાલિક ખાલી જગ્યા ઓ માં ભરતી કરે .
સરકારે આપેલી ૨૪લાખ સરકારી ભરતીની જાહેરાતમાં ગુજરાતમાં પંચાવન લાખ છત્રીસ હજાર યુવાનોએ ફોર્મ ભર્યા હતા .જેનો મતલબ છે કે ગુજરાતમાં પંચાવન લાખ કરતા વધારે બેરોજગારો ની સંખ્યા છે, ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી માં 344 ભરતી માટે ૪.૮૪ લાખ અરજીઓ આવી હતી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ માટે 9713 ની જગ્યા માટે 8.76 લાખ અરજીઓ આવી હતી એનો સીધો મતલબ થાય કે એક જગ્યા માટે 960 અરજીઓ આવી હતી જેમાં ગુજરાત સરકારે માત્ર 12869 યુવાનોને જ રોજગારી આપવામાં આવી છે ત્યારે નોટ બંધી જીએસટી અને હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં ગુજરાતના અસંખ્ય યુવાનો બેરોજગાર થયા છે ત્યારે સરકાર તાત્કાલિક આ યુવા બેરોજગારોને રોજગારી આપે અને સરકારી ખાલી જગ્યાઓમાં કાયમી ધોરણે ભરતી કરે….સંજયસિંહ ગોહિલ પ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત

Previous articleજેલ રોડ પર રહેતા કાજલબેન નો આજે જન્મદિવસ
Next articleભાવનગર યુનિ.ની પરીક્ષા સ્થગિત કરવા રાજયપાલ ને રજુવાત કરતા લાભુભાઈ સોનાણી