પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા રાણપુર તાલુકા કોંગ્રેસ દ્રારા ગાંધીગીરી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ

0
72

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની આગેવાનીમાં રાણપુર બસસ્ટેશન પાસે કોંગ્રેસના કાર્યકરોએ વાહનચાલકો ને ગુલાબના ફુલ આપી અનોખો વિરોધ કર્યો


દેશભરમાં લોકડાઉન બાદ છેલ્લા ૧૫ દિવસથી દરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કેન્દ્ર સરકાર દ્રારા વધારો કરવામાં આવી રહ્યો છે.હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતી દ્રારા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની આગેવાની હેઠળ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.બસસ્ટેશન પાસે ચાર રસ્તે થી પસાર થતા વાહનચાલકોને ગુલાબ ના ફુલ આપીને વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે રોડ ઉપર ઉભા રહી ત્યાથી પસાર થતા વાહનચાલકો ને ગુલાબના ફુલ આપી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.જ્યારે આ વિરોધ પ્રદર્શન ને લઈ રાણપુર પી.એસ.આઈ-એન.સી.સગર તથા સ્ટાફ દ્રારા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનને લઈ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે જણાવ્યુ હતુ કે અત્યારે વિશ્વમાં ક્રુડ ઓઈલ ના ભાવ નીચા છે ત્યારે દેશભરમાં કેન્દ્ર સરકાર દ્રારા છેલ્લા ૧૫ દિવસથી દરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે મહીનાઓ સુધી ઉદ્યોગ,ધંધા બંધ રહ્યા લોકોની આર્થિક મુંજવણો વધી છે.ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોચતા લોકો માટે અસહ્ય થઈ ગયા છે.ત્યારે વાહનચાલકો ને ગુલાબના ફુલ આપી આ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે અને સરકાર આગામી દિવસો માં ભાવ વધારો પાછો નહો ખેંચે તો પ્રજાનાહિત માં ઉગ્ર આંદોલન કરતા કોંગ્રેસ ખચકાશે નહી.આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા,કોંગ્રેસના આગેવાન મકસુદભાઈ શાહ,પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી,સુરેશભાઈ પરમાર,સલાતભાઈ,જીગરભાઈ ગાંજા,ખોડુભા પરમાર,કીનરભાઈ સહીત કોંગ્રેસના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

તસવીર-વિપુલ લુહાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here