મોરચંદ ગામના ની સિમ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ઘોઘા પોલીસ

0
148

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે તથા પોલીસ અધિક્ષક સા. ની તથા ઘોઘા પો.સ.ઇ. પી.આર.સોલંકી સાહેબ તેમજ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે ગત રાત્રીના ઘોઘા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન અત્રે ના પો.સ્ટે. ના હેડ કોન્સ. એ.વી.ચુડાસમા ને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોરચંદ ગામની સીમ વિસ્તાર માંથી આરોપી સહદેવ સિંહ ગિરિરાજસિંહ ઉર્ફે ગિરુભા ની બંધ દુકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ અને આરોપી રેઇડ દરમ્યાન હાજર નહીં મળી આવી અને સદરહુ જગ્યા એથી ભારતીય બનાવટ ની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૩૯૦ જેની કુલ કિ.રૂ|.૧,૧૭,૦૦૦/- નો મળી આવેલ જે દારૂનો જથ્થો મુદ્દામાલ ઝડપી પાડી મજકુર ઈસમ વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં ઘોઘા પોલીસ ના હે.કો. એ.વી.ચુડાસમા તથા હે.કો. ડી. ડી. લોમા તથા પો.કો. અનિલભાઈ હિંમત ભાઈ મકવાણા તથા પો.કો. મહેન્દ્ર ભાઈ ઓઢાભાઈ હરકટ તથા પો.કો. બહાદુર સિંહ બળવંતસિંહ ગોહિલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here