ઘોઘા તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાય

0
66

ઘોઘા તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં ગત સામાન્ય સભા ની બેઠક ની કાર્યવાહી નોંધ વંચાણે લેવામાં આવી અને બહાલી આપવામાં આવી, સામાન્ય સભામાં પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાનેથી ઘોઘા તાલુકાના નીચે મુજબના પ્રશ્નો રજુ કરવા મા આવ્યા,1, દરિયાઈ સંરક્ષણ દીવાલ બનાવવા બાબત 2,તાલુકામાં કામ કરતી અર્ધ સરકારી અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં સ્થાનિક લોકોને યોગ્યતાના ધોરણે રોજગારી આપવા પ્રાધાન્ય આપવા બાબત 3,સરકારશ્રીના માર્ગ મકાન વિભાગના S.O.R(એસ.ઓ.આર) ના ભાવ વર્ષ 2015/16 થી ચાલતા હોય સરપંચશ્રીઓ દ્વારા ભાવ સુધારવા બાબતે રજુવાત હોય માલ-મટીરીયલ તથા

મજૂરીના ભાવોમાં ઘણો તફાવત છે તો નવા ભાવ નક્કી થવા બાબત 4,ઘોઘા તાલુકા વિકાસશીલ તાલુકો હોય ગયા વર્ષે કમોસમી તેમજ વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયેલ હોય ખેડૂતો ના દેવા માફ કરવા બાબત 5,ઘોઘા તાલુકા ના ઓદરકા ગામેં પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન ના શિક્ષક ન હોય વિધાર્થીઓ ને ઘણી મુશ્કેલીઓ પડે છે,તો હાલના ધોરણ-10 ના પરિણામ ને ધ્યાન માં રાખી ભરતી કરવા બાબત વગેરે પ્રશ્નો રજુ કરવામાં આવ્યા, સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા,ડેપ્યુટી કલેક્ટર વિકાશભાઈ રાતડા,ઉપપ્રમુખ જાગુબેન ગોહિલ,કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિના ચેરમેન નૂરજહાબાનું મકવા,વિપક્ષના નેતા સુરુભા ગોહિલ,તાલુકા પંચાયત સદશયશ્રીઓ ભારતીબેન કંટારીયા,વિરમદેવસિંહ ગોહિલ,વિરભદ્રસિંહ ગોહિલ,નરેન્દ્રભાઈ મકવાણા,મધુબેન દિહોરા,મનહરબા ગોહિલ,હીનાબા ગોહિલ,દક્ષાબેન ડાભી,ચંદુભા ગોહિલ,ડાયાભાઈ બથવાર,રધાભાઈ લાઠીયા,વિસ્તરણ અધિકારી હરપાલસિંહ, એ.ટી.ડી.ઓ.યોગેશભાઈ પંડયા,વિસ્તરણ અધિકારી રાઘવભાઈ વાઘેલા,એ.ટી.ડી.ઓ.સુરેશભાઈ જોશી,સર્કલ વી.કે.પટેલ સહિત વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓ,તાલુકા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here