દામનગર શહેરમાં તૂટેલા-લેવલ વગરના રસ્તાઓ થી નગરજનો ત્રસ્ત, સત્તાધીશો મસ્ત !!

531

સરકારી કામોમાં અધિકારીઓ અને પદાધીકારીઓ ની મિલી ભગતથી કોન્ટ્રાક્ટરો એ કરેલા નબળા કામનો પરદાફાશ થતો હોય છે.ગામનાં પ્રથમ નાગરિક પણ પૈસા કટ-કટાવવામાં સામેલ હોવાની ફરિયાદો નાં આધારે સસ્પેન્ડ થતાં હોય.સરકારી નાણા નો દુર ઉપયોગ,ગોટાળા જેવી અનીતિભર્યા કામો કરીને જનતાની અને કાયદાની મજાક ઊડાવવાવાળા નું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.અમરેલી જીલ્લા નાં દામનગર શહેરમાં વિકાસ કામોના રૂપાળા કામ અંતર્ગત ૫ વર્ષ પહેલા પેવર બ્લોક ફિટ કર્યા બાદ નાગરિકોના રૂપિયાનો કટકી કરવાનાં મલિન ઈરાદાથી ભૂગર્ભ ગટર લાઈન કરી બ્લોકની કરેલ તોડ-ફોડ કર્યા પછીની હાલતથી દામનગરનાં લોકો મુંગા મોઢે સહન કરી રહ્યાં છે.આખા દામનગર શહેરની તમામ બજારો,સોસાયટી વિસ્તાર,ખાચા-ગલીઓમાં પણ અતિશય ખરાબ હાલત છે.મુખ્ય બજારમાં તો વાહન ચાલકો,વિકલાંગ,વૃદ્ધોને ચાલવું ડગલે ને પગલે અકસ્માત કે પડી જવાનો ભય રહ્યાં કરે છે.લુહાર શેરી ની બજાર પહેલેથી સાંકડી છે,લોકોની સતત અવર-જવર થી તૂટેલા અને લેવલિન્ગ વગરના બ્લોક થી પસાર થવું મુશ્કેલ થાય છે.સત્તામાં બેઠેલા લોકો ને દામનગર ની જનતા પરેશાન થાય તેમાં રસ છે,હિત થાય તેમાં નહીં ???!!!અહેવાલ -અતુલ શુકલ.

Previous articleગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણની સમતુલા જાળવવા કાર્ય કરતી ભાવનગરની પર્યાવરણની ટીમ
Next articleપાલિતાણા કોગ્રેસ દ્રારા ચીન સૈન્ય સામે લડાય મા શહીદ થયેલા જવાનો ને શ્ર્ધ્ધાંજલી પાઢવી