નારી ચોકડી નજીકથી બંધ બોડીના આઇશર ટેમ્પામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર

0
242

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ

ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.એસ જાડેજા સાહેબ તથા સ્ટાફના માણસોએ નારી ચોકડી નજીક નીરમા કોલોની સામે રોડ ઉપરથી આઇસર ટેમ્પા નં. એચ.આર.૫૫.ટી.૬૯૭૮ માં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૮૪ કી.રૂા. ૧૧,૦૫,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂા. ૩૦૦૦/- ટેમ્પો એક કી.રૂા. ૩,૦૦,૦૦૦/- વિ. મળી કૂલ કી.રૂા. ૧૪,૦૮,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) શીવમ સતિષચંદ્ર યાદવ/આહિર ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવિંગ રહે. ભુનિયાપુર તા.ફીરોજપુર જિ. કનોજ રાજય. ઉત્તરપ્રદેશ (૨) અજયકુમાર શ્રીસતબીરસીંઘ રાજપુત ઉ.વ.૩૫ ધંધો.ક્લીનર રહે. ઉજવા નજબગઢની પાસે ૭૩ નવી દિલ્હી વાળાને પકડી પાડેલ જે બન્ને ઇસમો તથા સદરહુ દારૂનો જથ્થો આપનાર ઇસમ સતપાલ રામવિલાસ મીતલ રહે. હાઉસ નં. ૨૮૧ સેક્ટર ૨૩ ગુડગાવ હરીયાણા તથા દારૂનો જથ્થો મંગાવનાર શીવરાજ ઉર્ફે શીવકુભાઇ બાલુભાઇ કામળીયા રહે. ગાધેસર ગામ તા. તળાજા જિ. ભાવનગર વાળા સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા એઝાઝખાન પઠાણ તેમજ વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.જાડેજા સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. એ.બી.ગોહિલ તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here