પુરાતનીય દાનબાપુનું દેવળ પાડરશીંગા મુકામે ગુરુ પૂર્ણિમા ઉત્સવ નહીં ઉજવાય

0
77

સૌરાષ્ટ્રના અતિ ઐતિહાસિક પુરાતનિય શ્રી સુરાબાપુ ની જગ્યા,શ્રી દાનબાપુનું દેવળ પાડરશીંગા( દામનગર)માં ગુરુ પૂર્ણિમા ઉત્સવ નહીં ઉજવાય. ૨૫૦ વર્ષ પુરાણું દાનબાપુના દેવળ નો ઈતિહાસનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.સુરાબાપુ ખુમાણ ને દેવોના દેવ શ્રી કુંભનાથઁ મહાદેવ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપેલ.સંવત ૧૬૨૫ માં આ દેવળ નો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ.દર માસની પૂનમે આ જગ્યામાં બટુક ભોજન કરાવવામાં આવે છે.લોકડાઉન ને કારણે તા.૫-૭ ને રવિવારે ગુરુ પૂર્ણિમા ઉત્સવ બંધ રાખેલ હોવાનું આ દેવળ નાં શ્રી જ્ઞાન શ્રીદાસ માતાજી એ જણાવેલ છે.રિપોર્ટ-અતુલ શુકલ દામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here