કેડસીસ (ઈન્ડિયા) લિ.નો ઈશ્યુ આજથી ખુલશે

857
guj2192017-1.jpg

મોટે ભાગે યુએસ સ્થિત ગ્રાહકોને સેવા આપતી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસીસ (આઈટીઈએસ)માં મોજૂદ, નફો કરતી કંપની હૈદરાબાદ સ્થિત કેડસીસ (ઈન્ડિયા) લિમિટેડ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ પર તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) ખોલશે. પબ્લિક ઈશ્યુ એકત્રિત રૂ. ૧૪૭૦ લાખના ઈક્વિટી શેર દીઠ રૂ. ૭૦ની કિંમતે રોકડ માટે પ્રત્યેકી રૂ. ૧૦ના ફેસ વેલ્યુના ૨૧,૦૦,૦૦૦ ઈક્વિટી શેરોનો રહેશે. આમાંથી ૧,૦૮,૦૦૦ શેરો માર્કેટ મેકર દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે આરક્ષિત રહેશે. નેટ ઈશ્યુમાં કંપનીના ૨૬.૫૫ ટકા ફુલ્લી ડાઈલ્યુટેડ પોસ્ટ- ઈશ્યુ પેઈડ અપ ઈક્વિટી શેરમૂડીનો સમાવેશ રહેશે. શેરો એએસઈ ઈમર્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ મંચ પર લિસ્ટેડ થશે. આઈપીઓ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ બંધ થશે. સેફરોન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યુની એકમાત્ર લીડ મેનેજર રહેશે.
કેડસીસ (ઈન્ડિયા) લિમિટેડની રચના ૧૯૯૨માં યુનાઈટેડ સ્ટેટ્‌સમાં હાજરી સાથે હૈદરાબાદમાં ડોમેન- કેન્દ્રિત જીઆઈએસ અને એન્જિનિયરિંગ બિઝનેસ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઈડર તરીકે કરાઈ છે. તે મુખ્યત્વે જિયોસ્પાશિયલ માટે આઈટી અભિમુખ સેવાઓ, ફિલ્ડ એન્જિનિયરિંગ સર્વે, સોફ્ટવેર વિકાસ અને ટેલિકોમ, સીએટીવી, તેલ અને વાયુ, વીજ અને અન્ય યુટિલિટીઝ જેવા ડોમેન્સમાં એન્જિનિયરિંગ ડિઝાઈન સેવાઓ પૂરી પાડવામાં સંકળાયેલી છે. 
કેડસીસ (ઈન્ડિયા) લિમિટેડ જ્યોગ્રાફિકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને એન્જિનિયરિંગ સર્વિસીસને ટેકો આપવા માટે ડિઝાઈન, વિકાસ અને નિર્માણ માટે દ્વારા આઈએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ પ્રમાણિત છે અને સંસ્થાની બધી સમર્થક કામગીરીઓ સહિત જ્યોગ્રાફિકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ અને એન્જિનિયરિંગ સર્વિસીસ વેપારો માટે આઈએસએમએસ સર્ટિફિકેટ આઈએસઓ/આઈઈસી ૨૭૦૦૧ઃ૨૦૧૩ ધરાવે છે. ભારત ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) ઉદ્યોગ માટે દુનિયામાં સૌથી વિશાળ સોર્સિંગ સ્થળ હોઈ તે ૧૨૪-૧૩૦ અબજ ડોલરની બજારમાં આશરે ૬૭ ટકા યોગદાન ધરાવે છે. ઉદ્યોગે આશરે ૧૦ મિલિયન કાર્યબળ રોક્યું છે. આથી મહત્ત્વપૂર્ણ એ છે કે ઉદ્યોગે દેશના આર્થિક પરિવર્તનની આગેવાની કરી છે અને ભારત વિશે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ધારણાને બદલી નાખી છે. આઈટી સેવાઓમાં યુએસ કરતાં આશરે ૩-૪ ગણી સસ્તી પૂરી પાડવામાં ભારતની ખર્ચ સ્પર્ધાત્મકતા વૈશ્વિક સોર્સિંગ બજારમાં તેની યુનિક સેલિંગ પ્રપોઝિશન (યુએસપી)નો મુખ્ય હિસ્સો રહી છે. આઈટી ઉદ્યોગે ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં, ખાસ કરીને એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાયન્સ માટે નોંધનીય માગણી ઊભી કરી છે. 

Previous articleજીવનનગર પ્રાચીન ગરબી મંડળની બહેનો આજથી રાસની રમઝટ બોલાવશે
Next articleભેરાઈ પુલનું કામ સત્વરે નહીં કરાય તો સરપંચની ચક્કાજામ કરવાની ચિમકી