બારે ય મેઘ ખાંગા એટલે શું? જાણો ૧૨ પ્રકારના વરસાદ ના નામ

1179

દર વર્ષ ચોમાસે આપણે બારે મેઘ ખાંગા શબ્દ છાપામાં વાંચીએ છીએ ટીવીમાં પણ સાંભળીએ છીએ દાયકાઓથી આ શબ્દ ઘેર ઘેર પ્રચલિત બની ગયો છે છતાં બારે મેઘ ખાંગા કેમ કેહેવાય છે એવી ભાગ્યે જ કોઇને ખબર હશે કહેવત બની ગયેલા આ શબ્દનો વિસ્તૃત અર્થ ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે જેમાં ૧૨ પ્રકારના વરસાદનું વર્ણન છે જેમાં સામાન્યથી ભારે અને અતિ ભારે એમ ૧૨ પ્રકાર જણાવાયા છે જે આ પરમાણે છે

ફર ફર, છાંટા, ફોરા, કરા, પછેડિવા, નેવાધાર, અનરાધાર, મોલમેહ, મુશળધાર, ઢેફાભાગ, પાણમેહ અને હેલી
હા વરસાદના 12 પ્રકાર છે આ બારે બાર પ્રકાર ના મેહ જ્યારે વરસે ત્યારે “બારે મેઘ ખાંગા” થયા કહેવાય

રિપોર્ટ=મૂળશંકર જાળેલા…..
ભાવનગર

Previous articleપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા ખાતે સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Next articleરાણપુર શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો ને લઈ તંત્ર દ્રારા સેનિટાઈઝર નો છંટકાવ કરાયો