કોડીનાર એપીએમએસી ના કર્મચારીઓએ કાળી પટ્ટી કરી ધારણ

395

કોડીનાર એપીએમએસી ના કર્મચારીઓએ કાળી પટ્ટી કરી ધારણ.માર્કેટ અધિનિયન 2020 ના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી..આગામી ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ..ગુજરાત સરકાર દ્વારા બજાર ધારામાં 25 જેટલા સુધારાઓને લઈ કર્યો વિરોધ. 25 સુધારા ઓમાંથી અમુક સુધારાઓ કર્મચારીઓ અને ખેડૂતોના હિત પર અસર કરવાનો આક્ષેપ. આ બાબતે અનેક રજુઆત છતાં યોગ્ય નિર્ણય ન આવતા કાળી પટ્ટી ધારણ કરી.ખેડૂત ડાયરેક વેચાણ થવાથી યાર્ડમાં સેસફી બંધ થતા આવકમાં ઘટાડો થશે.
તેમજ કર્મચારી ને છુટા કરવામાં આવછે. તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી અધિકાર છીનવાય રહયા છે.ખેડૂત ના ગામડે વેચાણ કરવાથી સ્થળ ઉપર એક વેપારી જશે જે પોતાના ભાવથી માગણી કરશે.
જયારે યાર્ડમાં વેપારીઓ વધુ હશે એટલે હરાજી મા બોલી ને ખરીદે તેથી ખેડૂતોને યાર્ડમાં ફાયદો થશે..

 

રિપોર્ટર : હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleપંજાબ નેશનલ બેન્ક દ્રારા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને સેનેટાઈઝ, માસ્ક, થર્મલ ગન અર્પણ
Next articleનિરમા કંપની પ્રા.લિ. દ્વારા કોવિડ કેર સેન્ટરને વિવિધ સામગ્રીઓનું અનુદાન કરાયું