ગીર સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી કરાઇ

449

દેશનાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે અનુરાગ નગરના ગ્રાઉન્ડમાં થઇ હતી. જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશે તિરંગાને સલામી આપી હતી. કલેકટરશ્રીએ ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું.

તે વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રીએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા વાસીઓને શુભકામના પાઠવી હતી. આજનો દિવસ દેશ પ્રેમનો દિવસ છે.

ભારત માતાને કોટી કોટી વંદન કરીને કલેકટરશ્રીએ દેશની આઝાદી માટે યોગદાન અને બલિદાન આપનાર સૈાને વંદન કરી ગુજરાતનાં સપુત વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી અને અખંડ ભારતનાં શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન આપણને પ્રેરણા આપે છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કોરોના વાયરસની મહામારીમા જીવના જોખમે ફરજ બજાવનાર આરોગ્ય વિભાગના તબીબો, કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો અને વહીવટી તંત્રના કર્મયોગી કોરોના વોરિર્યસને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું તેમજ વૃક્ષારોપણ કર્યું હતું. સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુબજ ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, નગરપાલીકાના પ્રમુખશ્રી દિલીપભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટરશ્રી ડો. બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રજાપતિ, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, સુશીલ પરમાર, કલેકટરશ્રીનાં ધર્મપત્નિ શ્રીમતી મોનાલીસા ઝા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કર્યું હતું.

રિપોર્ટર : હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleમાલ પરિવહન ને પ્રોત્સાહન આપવા માટે રેલવે ની નવી પહેલ
Next articleશ્રાવણે ગીરસોમનાથ માં સાંબેલાધાર વરસાદ અત્ર તત્ર અને સર્વત પાણી હી પાણી તંત્ર એલર્ટ