શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા અઢ્ઢી ફુટ ખોલાયા

336

ભાદરવો પણ મેઘ મહેરમાં ભરપૂર રહેતા ભાવનગર જિલ્લાના જળાશયો ઓવરફ્લો થવાનો ક્રમ આગળ ધપી રહ્યો છે. ચાર જળાશયો ઓવરફલો થયા હતા જેમાં માલણ, રંઘોળા, હણોલ અને રોજકી ડેમનો સમાવેશ થાય છે. શેત્રુંજીડેમનો ઓવરફ્લોનો નજારો નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. જિલ્લાના જળાશયોમાં ગઈકાલ સુધીમાં કુલ ૩૮૫.૬૩ મિલિયન ક્યુબિક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે જે કુલ જળસંગ્રહના ૯૧.૬૭% થાય છે. આથી હવે પાણી પ્રશ્ને ભાવનગર જિલ્લામાં કોઈ સમસ્યા રહી નથી. તેમ માની શકાય. શેત્રુંજી ડેમમાં ઉપરવાસનાં જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની આવક વધીને ૨૧,૮૩૦ ક્યુસેક થતા રવિવારે સવારે શેત્રુંજીના તમામ ૫૯ દરવાજા ૨.૬ ખોલવામાં આવ્યા હતા. અગાઉ ૧.૧ ફૂટ હતા. ડેમમાં પાણીની આવક અને જાવક ૨૧,૮૩૦ ક્યૂસેકની નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ ઉપરાંત માલણ, રંઘોળા, હણોલ અને રોજકી ડેમ પણ ઉપરવાસના તેના જળ સ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની આવક શરુ હોય આ ચોમાસામાં ઓવરફ્લો થવાની હેટ્રિક નોંધાવી છે. શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. અને રવિવાર સવારથી તમામ ૫૯ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા સોમવારે સવારે યથાસ્થિતિ છે. હાલ પાણીની આવક જાવક ૨૧, ૮૩૦ ક્યુસેક હોવાનું અને ચોવીસ કલાકના અંતે ૪૩,૪૦ મિલિયનઘન મીટર પાણી ઓવરફ્લોના કારણે વહી ગયું હોવાનું ડેમ પરના ડે.ઈજનેર બાલધીયા પાસેથી જાણવા મળ્યું હતું.

Previous articleગોહિલવાડ પંથકમાં અતી ભારે વરસાદ થી ડુંગળી ના વાવેતર મા ટેનું તૈયાર થતો રોપ (ધરૂ) સંપૂર્ણપણે નાશ પામ્યો અને ખેતી પાક ને ભારે નુકસાન
Next articleભારે વરસાદના કારણે રંઘોળી અને ઘેલો નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો પરેશાન