કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલનની બેઠક યોજાઈ

413

રાષ્ટ્રીય વાહક જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અંગે જિલ્લા સર્વેલન્સ અને સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોના અટકાતી પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુમાં ખુલ્લામાં અને રહેણાંક વિસ્તારોમાં થતાં પાણીના સંગ્રહના કારણે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. જેના કારણે મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગનો ફેલાવો વધવાની સંભાવનાઓ રહેલી છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં તરીકે આરોગ્ય વિભાગના અધિકારીઓને સ્લમ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારો અને કન્સ્ટ્રક્શન સાઈટ સહિતના સ્થળોએ ઝુંબેશરૂપે પોરાનાશક કામગીરી કરાવવા સુચના આપવામાં આવી હતી.મચ્છરજન્ય રોગો ઉપરાંત પીવાના અશુદ્ધ પાણીથી થતાં રોગો અટકાવવા સમયાંતરે પીવાના પાણીના નમૂના લઈ તેના ક્લોરીન ટેસ્ટની કામગીરી સઘન બનાવવા તમામ નગરપાલિકાના ચીફ ઑફિસરઓને સુચના આપી હતી. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફૂડ સેમ્પલ્સ લઈ તેની ચકાસણી કરવા પણ જિલ્લા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી હતી. વધુમાં પાણી પુરવઠા વિભાગ તેમજ નગરપાલિકાના સંલગ્ન અધિકારીઓ દ્વારા પીવાના પાણીની પાઈપલાઈનના લીકેજ તાત્કાલિક અસરથી રીપેર કરવા જણાવવામાં આવ્યું હતુ.રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા એપ્રિલ-૨૦૧૯થી જુલાઈ-૨૦૧૯ તથા એપ્રિલ-૨૦૨૦થી જુલાઈ-૨૦૨૦ સુધી જિલ્લામાં કરવામાં આવેલા ક્લોરીન ટેસ્ટ, ફૂડ સેમ્પલ ટેસ્ટ ઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અંગેની આંકડાકિય માહિતીથી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને અવગત કરવામાં આવ્યા હતા.આ બેઠકમા ગેરહાજર રહેલ લગત અધિકારી, કર્મચારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા નોટીસ પાઠવવામા આવી હતી તેમજ ગેરહાજરી અંગેના જરૂરી ખુલાસાઓ રજુ કરવા જણાવવામા આવ્યુ હતુઆ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, મેડિકલ કોલેજના ડિન ડૉ.મહેતા, જિલ્લા તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઑફિસરઓ સહિતના સમિતિના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Previous articleયુનિ. પરીક્ષાના તમામ પરીક્ષાર્થીઓને રોગ પ્રતિરોધક હોમિયોપેથીક દવાના ડોઝ ૧ વિવેકાનંદ કોલેજ દ્વારા વિતરણ
Next articleતળાજાના ખેડુતો દ્વારા સતત વરસાદ કારણે પાક નિષ્ફળ જવાથી અતિવૃષ્ટમાં સમાવેશ કરવા બાબતે આવેદનપત્ર આપાયું