કારીગરોના કામને ગૌરવ આપતા ચિત્રોથી સુશોભિત થઈ શિશુવિહારની ભીંતો

346

મહેનત કશ માણસો માટે કામ કરજો તેવું કહી ગરીબ બાળકોને રમવા જમીન કાઢી આપનાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની શીખ શીશુવિહાર સંસ્થા એ ૮૨ વર્ષે પણ જાળવી રાખી છે સંસ્થા શ્રમિક પરિવારની કાળજી લેવા શક્ય પ્રયત્ન કરે છે પરંતુ શ્રમનું ગૌરવ જળવાય રહે તે માટે સંસ્થા પરીસર મા પણ આપણા કારીગરો ના કામ ને ગૌરવ આપતા ચિત્રો મૂકવામાં આવેલ છે.. કલાવૃંદ ના શિક્ષક અશોકભાઈ પટેલ રમેશભાઈ ગોહિલ તથા જયેશભાઈ જાદવા એ ગાંધી ૧૫૦ પ્રસંગે ગાંધી ની મહેનત કશ લોકો માટે ની ભાવનાને શિશુવિહાર ની ભીતો ઉપર મૂકી અપ્રતિમ શ્રદ્ધાંજલી પાઠવી છે…. તથા ભાવનગરનો કલાવારસો પ્રતિવર્ષ આવતા છ લાખથી વધુ નાગરિકો માટે જાળવી રાખ્યો છે ..

Previous articleભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા
Next articleઆમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ