ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ખાતે રાજયપાલની ઉપસ્થિતિમાં વ્યાખ્યાન કાર્યક્રમ

1412
gandhi542018-3.jpg

પર્યાવરણનું રક્ષણ કરવાનું કાર્ય એક ફેશન બની ગયું છે. વિકાસ તથા આર્થિક સમૃઘિ્‌ઘના લોભમાં પર્યાવરણનો અવિવેકી રીતે ઉપયોગ થાય છે. ગાંધીજી પર્યાવરણનો મર્યાદિત ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હતા, તેવું આજરોજ ગુજરાત વિધાપીઢ, સાદરા ખાતે યોજાયેલ યુવા પ્રોત્સાહન વ્યાખ્યાન કાર્યક્રમમાં રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું. 
રાજયપાલ ઓ.પી.કોહલીએ યુવાનોને ગાંધીજીના જીવન અંગેની વિવિધ રસપ્રદ વાતો કરતા જણાવ્યું હતું કે, ગાંધીજી એવું માનતા હતા કે, પર્યાવરણ ભોગવાનો અધિકાર પશુ-પક્ષીઓનો પ્રથમ છે. તે પછી મનુષ્યનો છે. શિક્ષણ રોજગારી પેદા કરી શકતી નથી, તેવી વાતો આપણે સૌ કરીએ છીએ. પરંતુ ગાંધીજીએ શિક્ષાને શ્રમ આધારિત બનાવવાની વાત પર ભાર મુક્યો છે. આ વાતને આજે પણ આપણે ધીમે ઘીમે અને બીતા બીતા સ્વીકારતા હોય તેવું લાગી રહ્યું છે. આજે કચેરી, ન્યાયલય, શિક્ષણમાં આઝાદીના આટલા વર્ષબાદ પણ રાષ્ટ્રીય ભાષા હિન્દી કરતાં વધુ અંગ્રેજી ભાષા વપરાય છે. આપણે એવું માની છીએ કે, અંગ્રેજી સિવાય નહિ ચાલે. કેટલાક લોકો એવું કહે છે કે ગાંધીજી મશીન અને ટેકનોલોજી વિરોધી હતા, પરંતુ ગાંધીજી મશીન કે ટેકનોલોજી વિરોધી ન હતા. તેઓ મનુષ્યને બેકાર કરતા હોય તેવા જ મશીન અને ટેકનોલોજીનો વિરોધ કરતાં હતા. રાજનીતી સ્વતંત્રતા પ્રાપ્ત થઇ તે યાત્રાનો એક પળાવ છે. તેવું કહી રાજયપાલે ગાંઘીજીના સ્વતંત્રતા – સ્વરાજ વચ્ચેની પાતળી ભેદ રેખાની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. રાજનીતીમાંથી ઘર્મ અને નીતી કાઢી નાખવામાં આવશે તો આજનું રાજકરણ જોવા મળશે. જેથી રાજનીતીને ધર્મ આધારિત અને નીતી આધારિત બનાવું પડશે.

Previous articleકલોલમાં કોમી છમકલું થતા આવ્યું ૫૦૦ લોકોનું ટોળું, SP ઘટનાસ્થળે દોડી ગયા
Next articleત્રણ વર્ષ દરમિયાન પ્રદર્શિત ચલચિત્રો અને દસ્તાવેજી ચિત્રોના ૫૩ એવોર્ડ એનાયત