ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય બિન-અનામત વર્ગોના આયોગની કચેરીનો પ્રારંભ

1037
gandhi542018-2.jpg

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે રૂ. પ૦૬ કરોડ-બિનઅનામત આયોગ માટે રૂ. ૧.ર૮ કરોડ રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં ફાળવ્યા ? આ આયોગ બિનઅનામત વર્ગોની વ્યકિતઓ-પરિવારોની આર્થિક-સામાજિક સ્થિતિનો અભ્યાસ કરશે-બિનઅનામત વર્ગો માટે કલ્યાણકારી  યોજનાઓ ઘડશે 
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ કરાવતાં સામાજીક સમરસતાના ધ્યેય સાથે સૌના સાથ સૌના વિકાસ માટેની પ્રતિબદ્ધતાનો પૂનરોચ્ચાર કર્યો હતો. 
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્યની બિનઅનામત વર્ગોની પ૮ જેટલી વિવિધ જ્ઞાતિઓના સર્વાંગી ઉત્થાન, રોજગારી અને શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે બિનઅનામત વર્ગોના આયોગ સાથે બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની પણ રચના કરી છે. 
બિનઅનામત વર્ગોના આયોગની આ કચેરીનો કાર્યારંભ થવાથી હવે, બિનઅનામત વર્ગોના પરિવારોની આર્થિક-સામાજીક સ્થિતિનો અભ્યાસ-સર્વે કરીને તેમના વિકાસ માટેની કલ્યાણ યોજનાઓ ઘડશે તથા રાજ્ય સરકારને તેના અમલ માટે ભલામણ કરશે. 
આ વર્ષના બજેટમાં રૂ. પ૦૬ કરોડની વિશેષ જોગવાઇ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે રાજ્ય સરકારે કરી છે તેમજ આયોગ માટે રૂ. ૧.ર૮ કરોડનું પ્રાવધાન કર્યુ છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે રાજ્ય સરકારે આ આયોગ માટે સભ્ય સચિવ દિનેશ કાપડીયા સહિત ૧૮ કર્મચારીઓ નું મહેકમ પણ ફાળવ્યું છે. આયોગની આ કચેરીના કાર્યારંભ અવસરે મંત્રીઓ સર્વ આર. સી. ફળદુ, સૌરભભાઇ પટેલ, ઇશ્વરભાઇ પરમાર, દંડક પંકજભાઇ દેસાઇ તેમજ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ અને સભ્યો તથા નિગમના અધ્યક્ષ બી. એચ. ઘોડાસરા, વિવિધ જ્ઞાતિ સમાજોના અગ્રણીઓ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleત્રણ વર્ષ દરમિયાન પ્રદર્શિત ચલચિત્રો અને દસ્તાવેજી ચિત્રોના ૫૩ એવોર્ડ એનાયત
Next articleમનપામાં રહેમરાહે – ખાસ કિસ્સામાં સફાઈ કામદાર માટે નોકરી અપાશે