ગુજરાત બનશે પોલેન્ડના કાર્યક્રમમાં સહઆયોજક

708
guj4122018-7.jpg

ઓક્ટોબર ૨૦૧૮માં પોલેન્ડની સ્વતંત્રતા શતાબ્દિ ઉજવણી થવાની છે. જેમાં આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતનો યુવા સાંસ્કૃતિક વિભાગ સહઆયોજક તરીકે જોડાશે.પોલેન્ડના ભારત સ્થિત રાજદૂતે આ સંદર્ભે વ્યક્ત કરેલા પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે.  પોલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એડમ બુરાકોવસ્કીએ તાજેતરની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. જેને લઇને વિભાગને સહઆયોજક તરીકે જોડાવા પોલેન્ડ સાથે સમજૂતી કરાર કરવાની અનુમતિ મળી છે. ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સાઇબિરીયાથી છોડાયેલા ૬ હજાર જેટલા પોલિશ નિરાશ્રીતોને નવાનગરના મહારાજા દિગ્વીજયસિંહજી જામસાહેબે આશ્રય આપ્યો હતો અને તેમનું રક્ષણ કર્યુ હતું. આ સંબંધોને સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસાના પરિપ્રેક્ષ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે પોલેન્ડની સ્વતંત્રતાની શતાબ્દી અવસરે દિલ્હી અને વિશ્વના અન્ય ભાગોમાં ઊજાગર કરવામાં આવશે. ‘જનરેશન ટૂ જનરેશન’ના વિષયવસ્તુ સાથે આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરાશે. ગુજરાતનો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ આ કાર્યક્રમના આયોજન તેમ જ પ્રચારપ્રસાર માટે પોલેન્ડને સહયોગ કરશે.
પોલેન્ડના શરણાર્થીઓને પ્રેમ-હૂંફ આપવાની અંજલિ રૂપે પોલેન્ડના વર્સોવમાં એક સ્કૂલનું નામાભિધાન મહારાજા જામ સાહેબ દિગ્વીજયસિંહ હાઇસ્કૂલ રાખવામાં આવ્યું છે.

Previous article પાણી માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય હવે NGOની લેશે મદદ
Next article પ્રધાનમંત્રીના ડિજીટલ ઇન્ડીયા મિશનને સાકાર કરવામાં ગુજરાતની પ્રશસ્ય પહેલ