ડૉ. બાબાસાહેબની ૧ર૭ મી જન્મજયંતિની ગાંધીનગરમાં તમામ લોકોએ ઉજવણી કરી

821
gandhi15418-4.jpg

ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧ર૭ મી જન્મજયંતિની ઉજવણી આજે પ્રેરણાભુમિ સચિવાલય સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલી તેમની પ્રતિમા સમક્ષ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પણ અહી આવી બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરી હતી તેમની સાથે ગૃહમંત્રી સહિત ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના પણ જુદા જુદા નેતાઓએ પ્રતિમાંને પુષ્પાંજલી કરી જન્મજયંતિ નિમિત્તે સત્કાર કર્યો હતો. ૧ર૭ મી જન્મજયંતિ નિમિત્તે ૧ર૭ કિલોની કેક પણ યુવા સંગઠન દ્વારા કાપવામાં આવી હતી. જો કે રાજકીય ગરમાગરમી વગર તમામ લોકોએ શાંતિપૂર્ણ રીતે બાબાસાહેબની જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરી હતી. પોલીસનો ગઈકાલ રાતથી જ મોટો ખડકલો અને ચાંપતો બંદોબસ્ત સમગ્ર દિવસ દરમિયાન ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અનિશ્ચનીય ઘટના ન બને. 
ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ સંગઠનો તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ, ગાંધીનગર, ગાંધીનગર શહેર એસસીએસટી ઓબીસી લઘુમતી એકતા સંગઠન સહિતના વિવિધ સંગઠનોએ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી મનાવી હતી અને બંધારણના ઘડવૈયા પ્રત્યેનો પોતાનું રૂણ અદા કર્યું હતું. શહેરમાં વિવિધ રેલીઓ કાઢી પ્રતિમા સંકુલ સુધી લોકો પહોચ્યા હતા અને મહામાનવ યુગપુરૂષ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પિત કરી હતી.

Previous article હિંમતનગર માં ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળીે
Next article કલોલની વખારીયા સ્કુલમાં લીગલ લીટરસી કલબનો હાઈકોર્ટના જજ એમ. આર. શાહના હસ્તે પ્રારંભ