ઉર્જાના પ્રચાર પ્રસાર અર્થે ર૪મીએ ભાવનગરમાં રેલી

1108
BVN2342018-7.jpg

ભારતની પરમાણું સહેલી ડો.નિલમ ગોયલ દ્વારા પરમાણુ ઉર્જા, સોલાર ઉર્જા તથા રાષ્ટ્રના વિકાસ માટેની ચતુર્મુખી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ભાવનગર ખાતે આગામી તા.ર૪ના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.ર૪ના રોજ નિકળનારી રેલી સંદર્ભે નિલમ ગોયલે આજે પત્રકાર પરિષદમાં પરમાણું ઉર્જા અંગે માહિતી આપી હતી અને રાષ્ટ્રના વિકાસ માટે આ યોજના મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું અને તેનાથી થનારા ફાયદાઓ અંગે પણ માહિતી આપી હતી.
તા.ર૪ના રોજ સવારે ૮ કલાકે નિલમબાગ પેલેસ ખાતેથી મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ, આઈ.જી. અમીત વિશ્વકર્મા, મેયર નિમુબેન બાંભણીયા, સી.પ્રસાદ, વાયુસેનાના કર્નલ આર.વી. સિંહ, થલ સેનાના મલીક, મહિલા આર્મી વિંગના મનજીત કૌર, એનસીસી કેડેટ્‌સ, ભાવનગર યુનિવર્સિટી કુલપતિ એસ.એન. ઝાલા, શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો વિગેરે જોડાશે.

Previous articleચોરીના ગુનામાં ફરાર કમળેજ ગામના શખ્સને ઝડપી લેવાયો
Next articleઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો : ૧ ફરાર