ગુજરાતમાં આસારામની ૧૦ જિલ્લામાં જમીનો છે : રિપોર્ટ

896
guj2642018-9.jpg

ગુજરાત પોલીસની માનવામાં આવે તો બાબાની પાસે ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. વર્ષ ૨૦૧૪માં ગુજરાત પોલીસે ધડાકો કર્યો હતો કે રેપ મામલામાં જેલની હવા ખાઈ રહેલા આસારામની પાસે ૧૦ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. અભૂતપૂર્વ સંપત્તિના માલિક આસારામની દેશભરમાં જમીનો રહેલી છે. જેની કિંમત હજુ આંકવામાં આવી નથી. આ આંકડો વર્ષ ૨૦૧૪નો છે. વર્ષ ૨૦૧૮માં આસારામની સંપત્તિની કિંમત ૨૦૧૪ની સરખામણીમાં અનેક ગણી વધી ગઈ છે. સુરત પોલીસના કહેવા મુજબ આસારામના આશ્રમ પર દરોડા દરમ્યાન મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હતા.  જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આશ્રમોની પાસે બેંક ખાતા અને અન્ય ઈન્વેસ્ટમેન્ટના રૂપમાં નવ થી દસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગુજરાતમાં આસારામની ૧૦ જિલ્લામાં ૪૫ સ્થળોએ જમીનો છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના આઠ જિલ્લામાં ૩૩ જગ્યાઓ ઉપર તેમની જમીન છે. આ ઉપરાંત સુરતના ઈન્કમટેક્સ વિભાગે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ પાસે ૨૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની માહિતી મેળવી હતી.  જેની વિગત હજુ સુધી નોંધવામાં આવી નથી. આસારામના અમદાવાદ સ્થિત આશ્રમથી મળેલા ૪૨ બેગમાં દસ્તાવેજોથી આની માહિતી મળી હતી. આસારામના પ્રભુત્વનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે એક સમયે એરપોર્ટ ઉપર પણ તેમની તપાસ થતી ન હતી. તેઓ સીધી રીતે વિમાન સુધી પહોંચી જતા હતા. ૧૭મી એપ્રિલ ૧૯૪૧ના દિવસે આસારમના જન્મ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયો હતો. આસારામ દેશના વિભાજન બાદ અમદાવાદ આવી ગયા હતા. આસારામે માત્ર ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. લગ્નના આઠ દિવસ પહેલા જ તેમની વય ૧૫ વર્ષની હતી અને ઘર છોડીને આશ્રમમાં જતા રહ્યા હતા. વર્ષ ૧૯૬૪માં સંત શ્રી આસારામાજી મહારાજની ઉપાધિ હાંસલ કરી લીધી હતી. એક સમયે તેમના ભક્તોમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સમયમાં કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત પણ હતા. આસારામને જુદી જુદી વ્યક્તિઓ તરફથી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. સજા કરવામાં આવ્યા બાદ અશોક ગહેલોત અને અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. જે કોઈ સમયે આસારામના સમર્થકો હતા.

Previous articleગુજરાતભરમાં તીવ્ર ગરમી વચ્ચે જનજીવન પર પ્રતિકુળ અસર
Next articleજોધપુર કોર્ટના સજાના હુકમ સામે અમે હાઇકોર્ટમાં જઇશું : વણઝારા