ગાંધીનગરમાં LED લાઇટથી વર્ષે ૧.૨૫ કરોડની બચત થઈ

870
gandhi2842018-2.jpg

ગાંધીનગરમાં આખરે તમામ ૧૯, ૦૬૭ સ્ટ્રીટલાઇટ બદલી દેવાઈ છે. હવે એલઇડી લાઇટના અજવાળા મળવાની સાથે વીજળીની બચત કાયમી ધોરણે થશે. મતલબ કે ઉર્જા રક્ષક સાબિત થયેલી એલઇડી લાઇટથી રોજની ૭, ૩૪૦ યુનિટ વીજળીની બચત થાય છે. ત્યારે નોંધવું રહેશે કે ગુજરાત રાજ્યમાં નગરપાલિકા કક્ષાના નગરમાં સૌથી વધુ વધુ એલઇડી સ્ટ્રીટ લાઇટ લગાવાતાં ૧૩ મહિના દરમિયાન કુલ મળીને વાર્ષિક ખર્ચમાં રૂપિયા ૧.૨૫ કરોડની બચત થયાનું અધિકારી સુત્રોએ જણાવ્યું છે. 
ભારત સરકારના ઉર્જા મંત્રાલયના સંચાનમાં કામ કરતી એનર્જી એફિસીયન્સી સર્વિસીસ નામની કંપની દ્વારા કેન્દ્ર સરકારના ર્સ્ટીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ૨ લાખ જેટલી સ્ટ્રીટ લાઇટને એલઇડીમાં બદલી દેવાઇ છે. જેમાં સ્થાનિક તંત્રે કોઇ ખર્ચ કરવાનો થતો નથી. કંપની પોતાના ખર્ચે લાઇટ બદલાવે છે અને ૭ વર્ષ સુધી તેની જાળવણીની જવાબદારી ઉઠાવે છે. આમ છતાં વીજળીના બિલમાં ઘટાડો થવાથી બચતી રકમના ૬૦ ટકા રકમ કંપનીને ચૂકવવાની થાય છે. 
પાટનગર યોજના વિભાગના વિદ્યુત શાખાના ઇજનેર ગુપ્તાના જણાવવા પ્રમાણે સ્ટ્રીટ લાઇટના પોલ પરની સોડિયમ લાઇટની જગ્યાએ જે તે મુખ્ય માર્ગ કે આંતરિક માર્ગ પર જરૂરૂત પ્રમાણે ૧૨૦થી ૧૪૦ વોટની લાઇટ નાખવામાં આવી છે અને સેક્ટરોમાં ૧૪થી ૩૫ વોટની લાઇટ લગાડવામાં આવી છે. પહેલા એવી સ્થિતિ હતી કે તમામ સોડિયમ લાઇટ વધુ વીજળી ખાતી હતી અને ૨૫૦ વોટથી ઓછી ક્ષમતાની ન હતી. ખ અને જ માર્ગ પર ૧૪૦ વોટની અને તે સિવાયના ક, ગ, ઘ, ચ અને છ રોડ તથા માર્ગ નંબર ૧થી ૭ પર ૧૨૦ વોટની એલઇડી રાખવામાં આવી છે. ઉપરાંત સેક્ટરમાં મુખ્ય આંતરિક માર્ગ પર ૩૫ વોટ અને બાકીના પોલ પર ૧૪ વોટની એલઇડી લગાડવામાં આવી છે. 
મેન્ટેનન્સ ખર્ચમાંથી પણ સરકારને મુક્તિ મળી : ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે પાટનગરમાં સ્ટ્રીટ લાઇટનં૦ મેન્ટેનન્સ પણ સરકાર દ્વારા સ્વાભાવિક રીતે જ કરવામાં આવતું અને તેના માટે ટોરેન્ટ પાવરને રૂપિયા ૧૦ લાખ જેવી રકમ પ્રતિ વર્ષ ચૂકવવામાં આવતી હતી. શહેરમાં સમયાંતરે કોઇને કોઇ મુખ્યમાર્ગ કે સેક્ટરમાં સ્ટ્રીટ લાઇટ ડુલ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે અને ખાસ કરીને કંપનીનો ફરિયાદ માટેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૩૫૮૦૦ પર નો રિપ્લાય થતો હોવાની તથા કોમ્પ્યુટરાઇઝ્‌ડ આ નંબર પર ફરિયાદનો કોઇ ઉકેલ નહીં આવતો હોવાની ફરિયાદો બાદ હવે ૭૪૩૪૮ ૦૦૦૮૮ નવો મોબાઇલ ફોન નંબર ફરિયાદ માટે આપવામાં આવ્યો છે. 

Previous article ગુજરાત સ્થાપનાદિનની રાજયકક્ષાની ઉજવણી ભરૂચમાં કરાશે : નીતિન પટેલ
Next articleજીમખાના ખાતે ડૂબતા માણસને બચાવવા ડેમો અપાયો