GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2715

ઈતિહાસ ભાગ -૭

૧૭૬ રાજા અજાતશત્રુનો વૈધ કોણ હતો?

– જીવક

૧૭૭ કયો સ્તૂપ ભારતીય કલાનો ઉત્તમ નમુનો ગણાય છે?

– સાંચીનો સ્તૂપ

૧૭૮ કયો સ્તંભ વિશ્વમાં અજોડ છે?

– સારનાથનો

૧૭૯ સારનાથના સ્તંભમાં કેટલા સિંહની આકૃતિ છે?

– ચાર

૧૮૦ ગુપ્તવંશનો પ્રથમ સ્વતંત્ર રાજવી કોણ હતો?

– ચંદ્રગુપ્ત પહેલો

૧૮૧ કયો યુગ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે?

– ગુપ્તયુગ

૧૮૨ કયો લોહસ્તંભ ધાતુ, કલા અને રસાયણવિજ્ઞાનની નિપુણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?

– મહરોલી ( દિલ્હીનો) લોહ્‌સ્તંભ

૧૮૩ ગુપ્ત યુગનો છેલ્લો પ્રતાપી રાજવી કોણ હતો?

– સમ્રાટ સ્કંદગુપ્ત

૧૮૪ હર્ષચરિત ગ્રંથ કોણે લખ્યું?

– બાણભટ્ટ

૧૮૫ કાદમ્બરી ના રચયિતા કોણ હતા?

– બાણભટ્ટ

૧૮૬ ગયા વિશ્વવિદ્યાલયમા શાનું શિક્ષણ અપાતું? – ધાર્મિક શિક્ષણ

૧૮૭ તક્ષશિલા વિદ્યાપીઠમાં શાનું શિક્ષણ અપાતું?

– ચિકિત્સાશાસ્ત્રનું

૧૮૮ હ્યુએનસાંગના માટે તત્કાલીન વિશ્વની સૌથી મોટી અને સમૃદ્ધ વિદ્યાપીઠ કઈ હતી?

– નાલંદા

૧૮૯ નાલંદાનું પુસ્તકાલય કયા નામે પ્રસિદ્ધ હતું?

– ધર્મગંજ

૧૯૦ હર્ષકાલીન ભારતનું સૌથી વ્યસ્ત બંદર કયું હતું?

– તામ્રલિપિ

૧૯૧ વ્યાપારવિનિમય માટે કયા સિક્કાનું પ્રચલન હતું?

– સોના ચાંદીના

૧૯૨ ગુપ્ત સમ્રાટો કયા ધર્મના અનુયાયીઓ હતા?

– વૈષ્ણવ ધર્મના

૧૯૩ કામસૂત્રના રચયિતા કોણ હતા?

– વાત્સ્યાયન

૧૯૪ પંચતંત્રના રચયિતા કોણ હતા?

– વિષ્ણુ શર્મા

૧૯૫ અભિજ્ઞાન શાકુંતલમના રચયિતા કોણ હતા?

– મહાકવિ કાલિદાસ

૧૯૬ કયો યુગ પ્રાચીન ભારતના સાહિત્યનો સુવર્ણયુગ ગણાય છે?

– ગુપ્ત યુગ

૧૯૭ મણીમેખલાઈ કયા સાહિત્યની મુખ્ય કૃતિ છે?

– સંગમ સાહિત્ય

૧૯૮ અજંતાની ચિત્રકલાનો પ્રાણ કોણ છે?

– ભગવાન બુદ્ધ

૧૯૯ ગુપ્ત યુગના સૌપ્રથમ સિક્કા કયા ગણાય છે?

– લિચ્છવી સિક્કા

૨૦૦ ભારતના પ્રથમ ખગોળશાસ્ત્રી કોણ હતા ?

– આર્યભટ્ટ

૨૦૧ બ્રહ્મસિદ્ધાંતના રચયિતા કોણ ?

– બ્રહ્મગુપ્ત

૨૦૨ ગુપ્તયુગના મહાન ગણિતશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત છે?

– આર્યભટ્ટ

૨૦૩ રસચિકિત્સા પદ્ધતિના શોધક કોણ?

– નાગાર્જુન

૨૦૪ પારાની ભસ્મની શોધ કોણે કરી?

– નાગાર્જુન

૨૦૫ નાવજાતકમ નામનો અદભૂતગ્રંથ કોણે લખ્યો?

– ધન્વંતરી

૨૦૬ હાથી અને ઘોડા માટે કયા ગ્રંથો રચાયા?

– હસ્ત્યાયુર્વેદ અને અશ્વશાસ્ત્ર

૨૦૭ ગુપ્તયુગમાં ખેતી પર કેટલું મહેસુલ લેવામાં આવતુ ?

– ૧/૬

૨૦૮ ઇત્સિંગ ભારત કયા માર્ગે આવ્યો હતો?

– જળમાર્ગે

૨૦૯ ઇત્સિંગે કેટલા ગ્રંથોનું સંસ્કૃતમાંથી ચીન ભાષામાં ભાષાંતર કર્યું?

– લગભગ ૪૦૦ જેટલા ગ્રંથોનું

૨૧૦ હિંદના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે?

– સમ્રાટ સમુદ્રગુપ્ત

Previous articleઅંગ્રેજીમાં સૌથી વધુ માર્કસ મેળવતી મયુરીનુ રાજયપાલના હસ્તે સન્માન
Next articleઆસારામ દ્વારા યૌન શોષણ કેસમાં સાક્ષીની ઉલટ તપાસ પૂર્ણ