શિક્ષકોની ઘટ નહીં પુરાય તો ઉચૈયા ગામે શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર

896

રાજુલા તાલુકાના ઉચૈયા ગામે આગામી તા.૧પ-૬નો પ્રવેશોત્સવ શિક્ષણ વિભાગ દ્વારા રાખેલ હોય પણ ૧ થી ૮ ધોરણના ૧૪૩ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડા કરતા શિક્ષણ વિભાગ કે ૧ વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા તેમજ એસએમસી દ્વારા રજૂઆતો કરતા આવ્યા છીએ તેમજ માર્ચ મહિનાની ગ્રામસભામાં થયેલ ઠરાવ તેમજ અમરેલી શિક્ષણ વિભાગ તેમજ કલેક્ટર તેમજ પ્રાંતને પણ આ બાબતની કરેલ રજૂઆત પણ આજદિન ૩ શિક્ષકોની ઘટનો પ્રશ્ન વણઉકેલ રહેતા શિક્ષણ વિભાગને ૧ વર્ષની કરતી રજૂઆતોનો ઉલાળીયો કરતું શિક્ષણ તંત્રને જવાબ આપવા આખા ગામના વાલીઓ ગામ આગેવાનો અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો એસએમસીના પ્રમુખ ઉમેશભાઈ ધાખડા, ધીરૂભાઈ વલ્કુભાઈ ધાખડા તેમજ ગ્રામ પંચાયત કચેરીના તમામ સદસ્યો વતી ઉપસરપંચ દીલુભાઈ ધાખડા અને સરપંચ પ્રતાપભાઈ બેપારીયાએ શિક્ષણ વિભાગ દ્વારા રખાયેલ આગામી તા.૧પ-૬-૧૮ના શાળા પ્રવેશોત્સવ પહેલા અમારી શાળામાં ઘટતા ૩ શિક્ષકોની નિમણુંક થશે તો જ શાળા પ્રવેશોત્સવ કરાશે. નહીતર શાળા પ્રવેશોત્સવનો સર્વાનુમતે બહિષ્કાર કરાશે તેવી લેખીતમાં રજૂઆત તાલુકા કક્ષાએથી લઈ અમરેલી શિક્ષણ વિભાગને જાણ કરાઈ.

Previous articleભાજપની જ રણનીતિ અપનાવીને કોંગ્રેસે કલોલ પાલિકા કબજે કરી
Next articleપીપાવાવ જમીન આંદોલનનો પ૦મો દિવસ પ આમરણાંત ઉપવાસીઓને પારણા કરવાયા