ગંગાદેરી પરથી નીચે પટકાતા યુવાનનું મોત

0
378

શહેરનાં ગંગાજળીયા તળાવ પાસે આવેલ ગંગાદેરી પરથી નીચેપટકાતા નિર્મળનગરના યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું છે. બનાવ અંગે અનેક તર્ક-વિર્તક સર્જાયા છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ શહેરના નિર્મળનગર શેરી નં.૩માંર હેતા ચિરાગભાઈ મુકેશભાઈ ગોહેલ (ઉ.વ.રપ) ગત મોડી સાંજે ગંગાદેરી પરથી નીચે પટકાતા ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી. હસ્પિટલ ખસેડાયા હતાં. જયં આજરોજ યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે સર.ટી. પોલીસ ચોકીમાં માર-મારીમાં ઈજા થયાની નોંધ કરવામાં આવી છે.જયારે ગંગાજળીયા પોલીસ મથકમાં મરણનું કારણ મૃતકને નશો કરવાની ટેવ હોય ઉપરથી પડી જતાંમ ોત નિપજયાનું જણાવ્યું હતું. બનાવમાં પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here