દહેગામમાં ઝુંપડાવાસીઓને મકાન આપવા નાણાં લઈને રઝળાવી દીધા

1608

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને ઝુપડામાંથી મુક્તિ મળે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ માણસો ને પાક્કું મકાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફ સહાય મળે છે, પણ કાયદા અને કાગળિયાની આટી ઘૂટીમા ગરીબ માણસ પસાર થઈ શકતો નથી અને અંતે હારી અને તૂટી જાય છે. આવો જ એક કિસ્સો દહેગામ પાલિકાના ૭ નંબર ના વોર્ડમાં આવતા લક્ષ્મીપુરામાં જોવા મળ્યો છે.આ ઘટના બાદ નગરમાં ચકચાર મચી ગઈ છે.

લક્ષ્મીપુરાપરાના ૧૧ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ હેઠળ કાચા મકાન તોડી અને નવા પાક્કા મકાન બનાવવા માટે સરકારે સહાય મંજુર કરી હતી. જાન્યુઆરી મહિનામાં ૩૦ હજારના પ્રથમ હપ્તા બાદ હજુ સુધી કોઈ પૈસા મળ્યા નથી, કાચા નળિયા વાળા મકાન તોડી પાડી અને પાકા મકાન બનાવવા માટે પ્રથમ હપ્તા માંથી પ્લિંથ લેવલ સુધી કામ થયું પણ ત્યાર બાદ સરકારી કાગળિયા જેવા કે પ્લાન પાસ કરાવવાના કામો ના લીધે આજે આશરે ૬ મહિના વીતવા આવ્યા પણ બીજો હપ્તો પડ્‌યો નથી.

લાભાર્થીઓની તો ના ઘર ના, ન ઘાટ ના જેવી દશા થઈ જવા પામી છે. કાચા મકાન તૂટી ગયા અને પાકા મકાન બનતા નથી. લાભાર્થીઓમાં ના અમુક લોકો તો પોતાના સગાના ઘરે છેલ્લા ૬ મહિનાથી રેહવાની ફરજ પડી છે અને અમુક લોકોને પતરાના મકાનો બાંધી રહેવાની, ૩ લાભાર્થીઓએ તો વરસાદમાં શું કરીશું તેવી બીકમાં ઉછીના પૈસા લાવી અને કામ શરૂ કર્યું છે.

હીરાબેન ઝાલા જે વિધવા છે તેમણે કહ્યું કે “ભાઈ આના કરતા તો અમારા માટીવાળા ઝુપડા સારા હતા, આવી ગરમીમા પતરાના મકાનમા તપવાનો વારો આવ્યો છે એમને તો એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર પાકા મકાન બનાવી આપે છે આ મકાન પાડી નાખો,આ મકાન છે ? જવાનજી ઝાલાએ કહ્યુ કે વૃદ્ધ વ્યક્તિનું પણ મકાન પાસ થયું છે આ મુદ્દે દહેગામના ચીફ ઓફિસરે જણાવ્યું કે હા અમે પરિસ્થિતિથી વાકેફ છીએ પણ લાભાર્થીઓના નકશા ઔડામાં મંજૂર કરાવવા પડે છે. જેના લીધે આ લોકોનું કામ અટકી પડ્‌યું છે.

Previous articleટોંગ-લી-મુડ ટુર્નામેન્ટમાં શિવાની પરમારે ગોલ્ડ મેડલ જીત્યો
Next articleઈલેકટ્રીક બસ દોડાવવાની યોજના પુરી થઈ નથી ત્યાં ઈલેકટ્રીક રીક્ષાનો નવો પ્રોજેકટ