સિહોર ખાતે લોકોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ તોડી પડાયા

1173

વાયદાઓ કરીને પ્રજાના મતો મેળવી લીધા અને ચૂંટાયા સત્તાઓ મેળવી લીધી પરંતુ ગામના હિત માટેની વાત કરવા માટે કોઈ પાસે સમય નથી અને અથવા તો માત્ર ખાલી કહેવા ખાતર જ સત્તાઓ પર બેસી નગર સેવક બની માત્ર તમાશો જોયા કરવાનો છે ગામનું અહિત જોયા કરવાનું છે અહીં પ્રજા હિત માટેની વાત કરવા કોઈ કશું બોલવા કે કહેવા તૈયાર નથી સિહોરના મેઈન બજાર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ નજીક છેલ્લાં કેટલાંક દિવસથી મસમોટા ખાડાઓ થયા છે પ્રજાના ટેક્સ પર લાખ્ખોના ખર્ચે બનેલા રોડને તોડી પડાયા હવે સ્થિતિ એ થઈ કે આ ગામના લોકોની મુશ્કેલીનો પાર નથી દવાખાને આવતા દર્દીઓ બેહદ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ અહીં મતોનું રાજકારણ ચાલે છે વાયદાઓ કરીને મતો મેળવી લીધા સત્તાઓ મેળવી લીધી ભાજપ કે કોંગ્રેસ અહીં કોઈને પ્રજાની પડી નથી માત્ર બધા તમાશાઓ જોયા કરે છે અહીં થી દરેક ભાજપ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પસાર થાય છે જેઓને અહીંની પ્રજાની મુશ્કેલીઓ દેખાતી નથી ગામનું હિત દેખાતું નથી ગામના હિત માટેની કોઈ વાત કરતું નથી અને આ ગામની પ્રજા પણ બિચારી દુઃખયારી છે.

Previous articleતમામ સરકારી વિભાગો પર ’ડેશ બોર્ડ’ રાખશે નજર
Next articleકેન્દ્રીય શીપીંગ વિભાગની ટીમ અલંગ મુલાકાતે