વેરાવળમાં મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની શનદાર ઉજવણી

899

મુસ્લીમ સમાજના પવિત્ર તહેવાર રમઝાન ઇદની આસ્થાભેર ઉજવણી કરે છે. આજે ઇદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી મુસ્લીમ સમાજ દ્વારા કરવામાં આવી હતી.

વેરાવળ સુન્ની મુસ્લીમ જમાતની આગેવાની હેઠળ શનિવારે સવારે ૮.૩૦ કલાકે ઇદગાહ ખાતે રમઝાન ઇદની નમાઝ પઢવા માટે ૨૫૦૦૦ થી વધારે મુસ્લીમ બિરાદરો એક જ સ્થળે ભેગા થયા હતા. તે પહેલા આરબચોકથી મુસ્લીમ સમાજનું એક વિશાળ ઝુલુસ નિકળ્યુ હતું. મૌલાના અબ્દુલ રઝાક ઇદની નમાઝ અદા કરાવી હતી. બાદમાં એકબીજાને ભેટીને મુસ્લીમ બિરાદરો રમજાન ઇદની મુબારક બાદી પાઠવી હતી. વિવિધ જગ્યાએ ઇદમિલન સમારોહ ભવ્યતાથી ઉજવાયો હતો. પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સામાજીક કાર્યકર જસમાલભાઈ વાળા, બકુલભાઈ ચાપટીયા, દિનેશભાઈએ રમજાન ઇદની મુબારક બાદી પાઠવી હતી.

Previous articleદામનગરના શાખપુર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૨ ઝડપાયા
Next articleવવેરા ગામે શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ સંપન્ન