અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ સંસ્થાની બેઠક ભાવનગર ખાતે મળી

1065

અખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન રાષ્ટ્રીય સંસ્થાની આજે ભાવનગર ખાતે અગત્યની બેઠકનું આયોજન થયું. જેમાં અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પરમેશ્વર બ્રહ્મભટ્ટ બારોટ તેમજ પ્રદેશ ખજાનચી સતીષભાઈ બારોટ, મૌલિક બારોટ તેમજ સૌરાષ્ટ્ર વંશાવલી સંસ્થાના સક્રિય કાર્યકર અમરૂભાઈ બારોટ તેમજ ધર્મજાગરણ રાષ્ટ્રીય સંસ્થાના વિભાગીય સંયોજક કપીલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ અને સમસ્ત બારોટ સમાજના ઉત્કર્ષ માટે અને આગામી સમયમાં વિવિધ આયોજન પૂર્વે ખાસ હાલ સદસ્યતા અભિયાન આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા-તાલુકામાં જોરશોરથી થઈ રહ્યું હોય આ બાબતે ભાવનગર બારોટ સમાજ દ્વારા આયોજીત બેઠકના અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ તેમજ ધર્મજાગરણના કપીલભાઈનું સ્વાગત અરૂણભાઈ બારોટે કરેલ. બારોટ સમાજ રાજા રજવાડાથી આજ સુધી હિન્દુ સંસ્કૃતિના રખેવાળ માત્ર બ્રાહ્મણ અને બારોટ સમાજ જ રહ્યાં છે.

આ બેઠકમાં ભાવનગર બારોટ સમાજ કારોબારીના ભરતભાઈ શિયાતર, જીતુભાઈ સોનરાત, ગંભીરભાઈ રેણુકા, મધુભાઈ શીયાતર, મનુભાઈ આંજણકા તેમજ ભાવનગર યુવા બારોટ સમાજ પ્રમુખ વિજયભાઈ શિયાતર, વાસુદેવ ગંભીરભાઈ રેણુકા, અલ્પેશ સોનરાત, રાજુભાઈ જેસાણી, મહેન્દ્રભાઈ રેણુકા, નરેન્દ્ર મનુભાઈ આંજણકા, રવિ સોનરાત તેમજ આમંત્રિત બારોટ સમાજના આગેવાન બાબુભાઈ મનાતર ભાદ્રોડ, ઘનશ્યામભાઈ જેસાણી વડોદરાથી ઉપસ્થિત રહેલ. જે અન્ય જિલ્લા-તાલુકાના બારોટ સમાજ માટે બેઠક પ્રેરણાદાયક રહી હતી.

Previous articleજલાલપુર ગામે ઈદની ઉજવણી
Next articleબહેનો માટે નાળીયેરી રેસા તાલીમ વર્ગ યોજાયો