ભાલ પંથકમાં ૫ કાળીયારના શંકાસ્પદ મોત

1907

ભાવનગર કજી આવેલ અને ખારાપાટ તરીકે પ્‌રખ્યાત એવા ભાલ પંથકના કાળાતળાવ- નર્મદ ગામ વચ્ચે આવેલ રેવન્યુ વિસ્તારમાંથી આરક્ષીત પ્રજાતી એવા પ કાળીયારના શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવતા વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે. સમગ્ર દેશમાં દુર્લભ અને ઈન્ડીયન વાઈલ્ડ લાઈફ દ્વારા સંકટ ગ્રસ્ત પ્રજાતી જાહેર કરવા સાથો સાથ શેડયુલ ૧માં સમાવિષ્ટ એવા કાળીયાર – હરણ વિશવવિખ્યાત ઉધાન ભાવનગરથી અમદાવાદને જોડતા શોર્ટ રૂટ પર ભાલ પંથકના વેળાવદર ખાતે આવેલું છે. આ પ્રજાતી આશરે ૧પ૦થી ર૦૦ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં મુકત પણે વિચરણ કરે છે. પરંતુ આ રાષ્ટ્રની દુર્લભ સંપતિને જાળવવામાં જવાબદાર તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થયું છે. તંત્રની નિષ્ફળતાના અનેક પુરાવા અનવર-નવાર જોવા મળે છે.

આવો જ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે. ભાલ પંથકના કાળાતળાવ ગામ પાસે આવેલ નિરમા ફેકટરીથી નર્મદ ગામ તરફ જવાના અંતરીયાળ માર્ગ પર અર્ચીત કેમીકલ ફેકટરીના પાછળના ભાગેથી માદા કાળીયાર હરણ-૩ તથા નર્મદ ગામના સ્મશાન પાસેથી ર નર કાળીયારના મૃતદેહ પડ્યા હોવાની માહિતી ભાવનગર વન વિભાગને મળતા ફોરેસ્ટર તથા અન્ય અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાંચેય કાળીયારના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરેલ જેમાં પ્રાથમિક તપાસમાં આ કાળીયારોએકેમીકલવાળુ દુષિત પાણી પી લેા  મોતને ભેટયાનું ફલીત થયું હતું. આમ છતા ચોકકસ કારણ જાણવા માટે પાંચેય હરણના મૃતદેહ ભાવનગર વિકટોરીયા પાર્ક ખાતે લાવવામાં આવ્યા હતાં. જયા વેટરનરી ડોકટરોની ટીમ દ્વારા પી.એમ. હાથ ધરવામાં આવ્યું હતું. આ પી.એમ. બાદ વિશેરા જુનાગઢ એફએસએલમાં મોકલી આપવામાં આવશે જયાથી રિપોર્ટ આવ્યા બાદ હરણના મોતનું ખરૂ સત્ય ઉજાગર થશે.

ઘોડીયા છુટયા બાદ તબેલે તાળા..!

ભાલ પંથકમાં અવાર-નવાર આવા દુર્લભ જીવો મોતને ભેટી રહ્યા હોવા છતા જવાબદાર તંત્ર ગાઢ નિંદ્રામાં પોઢે રહ્યું હોવાનું સ્પષ્ટ પણે બહાર આવ્યું છે. કારણ કે આવી કાળઝાળ ગરમીમાં પણ વનવિભાગે આરક્ષીણ પ્રાણીઓ માટે પિવાના પાણી કે ઉચીત ધાસચારાની કોઈ વ્યવસ્થા કરી ન હતી. એક સાથે પ કાળીયાર દુષિત પાણી પી જતા મોતને ભેટયા બાદ સફાળુ જાગેલું તંત્રએ સમગ્ર પંથકમાં જીણવટ ભરી તપાસ હાથ રી હતી તેમજ આ વિસ્તારમાં ચાલતી કેમીકલ કંપનીઓમાં પણ તપાસ આદરી હતી. પરંતુ આ બાબત  ઘોડા છુટયે  તબેલે તાળા માર્યા બરાબર સાબિત થઈ હતી.

 

Previous articleવીજ કંપનીના વાહનોના કોન્ટ્રાકટરો અને ડ્રાઈવરોની હડતાલનો પ્રારંભ
Next articleગાંધીનગર શહેર અને જિલ્લામાં ૧૩ હજાર જેટલી જગ્યાએથી મળી આવેલા લારવાનો નાશ કરાયો