રીયાઝનાં હત્યારા ગણતરીની કલાકોમાં ઝડપાયા

4512

શહેરના અલકા સિનેમા પાસે ગતમોડી રાત્રે ત્રણ શખ્સોએ યુવાન પર છરીનાં અસંખ્ય ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાસી છુટ્યા હતા બનાવ અંગે મૃતક યુવાનનાં ભાઈ તૌફીકભાઈએ ત્રણ શખ્સો વિરૂધ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ યુવાનની હત્યા કરનાર ત્રણેય આરોપીને તળાજાનાં રાજપરા ગામ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

અલ્કા ટોકીઝ પાસે આવેલ જલારામ પાન સેન્ટર પાસે બેઠેલ રીયાઝ પીંજારાને અગાઉ બાપેસરા કુવા ખાતે થયેલ સમશેરભાઈ ચૌહાણના ખૂન કેસમાં સંડોવાયેલ તૌફીક ઉર્ફે કાળુ ખાલીદભાઈ સાથે સામસામે જોવા બાબતે ઝગડો થયેલ અને તે ઝગડાને બીજા દિવસે અલકા ટોકીઝ પાસે આવેલ કોહીનુર પાન સેન્ટર ખાતે તૌફીક ઉર્ફે કાળુ અને એઝાઝ ઉર્ફે મુંગો તથા સાજીદ દસાડીયા વચ્ચે ફરી ઝગડો થતા મારામારીમા રીયાઝ પીંજારાને છરીઓના અસંખ્ય ઘા મારી મોત નીપજાવી આરોપીઓ નાસી ગયેલ હતા પો.અધિ. માલ તથા ના.પો.અધિ એમ.એચ.ઠાકરની સુચના અને માર્ગદર્શન મુજબ જેની તપાસ કરતા આજરોજ સવારના સમયે આરોપીઓ બાબતે ખાનગી રાહે હકીકત મળતા તળાજા તાલુકાના રાજપરા ગામ ખાતેથી આરોપીઓ સાજીદ અબ્દુલ સતાર દસાડીયા રહે વડવા વોશીંગઘાટ કન્યાશાળા સામે એઝાઝ ઉર્ફે મુંગો અહેમદભાઈ કુરેશી રહે-વડવા બાપેસરા કુવા તૌફીક ઉર્ફે કાળુ ખાલીદભાઈ શેખ રહે બાપેસરા કુવા ભાવનગરવાળા પકડી પાડી પુછપરછ કરતા ગુન્હો કરેલાની કબુલાત કરતા નીલમબાગ પોલીસે ઈપિકો કલમ ૩૦૨, ૩૪, ૧૨૦ બી જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ જે ગુન્હાની તપાસ નીલમબાગ પોસ્ટેના ઈન્ચાર્જ પો.ઈન્સ. જે.પી. ગઢવી ચલાવી રહ્યા છે.

Previous articleખાનગી શાળાઓ દ્વારા RTE નિયમોનો ઉલાળીયો
Next articleસોનગઢમાં બાહુબલીની પ્રતિમા પ્રસ્થાપિત