ભાવનગર તા.પં. પ્રમુખનું કોળિયાકમાં ભવ્ય સ્વાગત

1291

ભાવનગર તાલુકા પ્રમુખ બચુબેન રઘુભાઈ ગોહિલનું સામૈયું ડી.જે. કોળિયાક ખાતે તાલ સાથે નાચગાન ગલલાની ડમરી સાથે ફટાકડા સાથે તારીખ બુધવારે કરાયું હતું. ભાવનગર તાલુકાના પ્રમુખ બચુબેન રઘુભાઈ ગોહિલની પ્રમુખ તરીકેની નિમણુકતા થતા સૌ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. હાથબની સીટ ઉપર ભાવનગર તાલુકાના સભ્ય તરીકે અઢી વર્ષ બચુબેને સારી કામગીરી કરી હતી. હાથબ રઘુભાઈ હરજીભાઈ ગોહિલ માંજી સરપંચ તથા કોળિયાક સરપંચ જગદિશભાઈ સોલંકી, ઉપસરપંચ રમાબેન વાળા, માજી સરપંચ ગોવિંદભાઈ ડાભી, માધુભાઈ ચુડાસમા, પંચાયત સભ્ય ગોકુળભાઈ સોલંકી, સુરેશભાઈ બોરીચા, રાજુભાઈ લાડવા, રફીકભાઈ સરવૈયા, ગોરધનભાઈ મકવાણા, અનસારભાઈ કાનાણી, રાજુભાઈ સોની તથા ભાઈઓ-બહેનો ગુંદી કોળિયાક હાથબ કુડાના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Previous articleઢસા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
Next articleબોરડાના અલ્પેશ ચૌહાણને વિશ્વગુરૂ વિદ્યાપીઠ એવોર્ડ