કર્કશ એરહોર્ન ધરાવતા વાહનોને ડિટેઇન કરી લેવા અંગે ફરમાન

1582

રેસર બાઇક, ગાડીઓ અને બસ તથા ટ્રક જેવા વાહનોમાં ખૂબ જ મોટો અવાજ ધરાવતા એરર્હોન લગાડાય છે. ત્યારે ભડકી જઇને અન્ય વાહન ચાલકો અકસ્માત સર્જી દેતા હોય છે. વધારામાં તેનાથી અવાજનું પ્રદુષણ ફેલાય છે. અવાજના પ્રદુષણની આવી હાઇ ડેન્સીટી દૂર કરવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને ટ્રક, લકઝરી બસો અને બાઇક્સમાં આવા એરર્હોન વગાડવામાં આવે છે, ત્યારે ભડકી જઇને અન્ય વાહન ચાલકો અકસ્માત સર્જી દેતા હોય છે. અવાજના પ્રદુષણની આવી હાઇ ડેન્સીટી દૂર કરવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે ગાંધીનગર પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તથા આવી ઝુંબેશ સતત ચાલુ રખાશે.

ચેઇન સ્નેચરો પણ અલગ અલગ બાઇકો લઇને અને નંબર પ્લેટ વિનાના બાઇક લઇને આવતા હોવાથી પોલીસે આ રસ્તો અપનાવ્યો છે. આમ પણ ગાંધીનગરમાં પોલીસનું પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. હવે ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા બાઇક ચાલકો વિરૂધ્ધ પણ ઝુંબેશ પોલીસે શરૂ કરવામાં આવશે.

સુત્રોએ જણાવ્યું કે તેનાથી વ્યાપક અવાજનુ પ્રદુષણ તો ફેલાય છે જ અને માનવીની શ્રવણ શક્તિ માટે હાનિકારક બની રહે છે તથા ગુસ્સા માટે પ્રેરણરૂપ બની રહે છે.

ગાંધીનગર શહેર જિલ્લામાં ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા બાઇક ચાલકોની પણ હવે ખેર રહેશે નહીં. શહેર વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ અને વાહન ચોરીના બનાવો અટકાવવાના પગલારૂપે શહેર પોલીસ દ્વારા ફેન્સી નંબર પ્લેટો લગાવીને ફરતા બાઇક ચાલકો વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ફેન્સી નંબર પ્લેટ લગાવેલા બાઇકો ડીટેઇન કરવામાં આવશે. તેના માટે સીસીટીવી કેમેરા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Previous articleસેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે 
Next articleગાંધીનગરની શાળામાં મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંઘના હસ્તે પ્રવેશવિધી સંપન્ન