જાફરાબાદ ખાતે  સમરસ ન.પા. દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

1437

જાફરાબાદ ખાતે નગર પાલિકા દ્વારા આયોજીત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન સમારંભ ઉજવયો. આ ટુર્નામેન્ટ કુલ ૧૧૪ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જાફરાબાદમાં વસવાટ કરતા સમગ્ર જ્ઞાતિજનોએ પોતાની ટીમો બનાવી ક્રિકેટનો આનંદ માણ્યો હતો. ફાઈનલ વિજેતા ટીમને વીનીંગ ટ્રોફી તથા તમામ ખેલાડીઓને વ્યક્તિગત ટ્રોફી અને સેમસન્ગના એન્ડ્રોઈડ ફોન આપવામાં આવેલ રનર્સ અપ ટીમેન રનર્સ અપ ટ્રોફી તથા તમામ ખેલાડીઓને વ્યક્તીગત ટ્રોફી અને મીક્ષર આપવામાં આવેલ આ ઉપરાંત ખેલાડીઓને મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ વિકેટ કીપર બેસ્ટ બોલર, બેસ્ટ સીકસર વિગેરે ઈનામો આપવામાં આવેલ હતા. આ ફાઈનલ મેચમાં જાંબુરથી નાચગાન માટે આવેલ જાંબુરીયાો આકરર્ષણનું કેન્દ્ર હતા. હાઈ ફાઈ સ્ટેજ, લાઈટીંગ ડેકોરેશન ડી.જે.સીસ્ટમના તાલે ખેલાડીઓ તથા પ્રેક્ષકો જુમી ઉઠ્યા હતા. નગર પાલિકા જાફરાબાદ દ્વારા પ્રથમ આયોજન હોવાથી પ્રમુખ કોમલબેન સરમણભાઈ બારૈયા ઉપર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર ચૌહાણ ચીફ ઓફિસર કોલડીયા નગરપાલિકા ઉપપ્રમુખ કબીરભાઈ, ચેરમેન નારણભાઈ બાંભણીયા તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ બારૈયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી, કોળી સમાજના પટેલ સમરણભાઈ બારૈયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી, કોળી સમાજના પટેલ સમરણભાઈ બારૈયા, ભીમભાઈ બારૈયા, ચંદુભાઈ પટેલ, નર્મદા સીમેન્ટ કં.ના કુશવાહા સાકરીયા મુસ્લીમ સમાજના યુસુફભાઈ દરબાન, યુસુફભાઈ પટેલ સીદુભાઈ થૈયમ, ટીબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, વેપારી એસોેસીએશનના પ્રમુખ હર્ષદભાઈ, જયેશભાઈ ઠાકર, કોળી સમાજના આગેવાનો, નગર પાલિકાના સદસ્યો તથા જાફરાબાદ શહેરના ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવલ્લભીપુર ખાતે શ્યામપ્રસાદ મુખર્જીને શ્રધ્ધાજલી અપાઈ
Next articleશહેરમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ સંપન્ન