રાજયનું પાટનગર ગમે ત્યાં દબાણ – ગમે ત્યાં રખડતાં ઢોર!!

1248

ગાંધીનગર આદર્શ અને રાજયના પાટનગર તરીકે બહારથી આવનારને લાગવું જોઈએ તેવું નમુનેદાર હોવું જોઈએ પરંતુ રાજયના પાટનગરની સામે જ સ્વર્ણીમ શંકુ બનાવી ગેટ આગળ ફેરીયાઓના દબાણ, રોડ પર ટ્રાફિકને નડતા દબાણો તથા ગમે ત્યાં રખફતાં ઢોરને જોઈને કોઈ પણ ના કહી શકે કે આ એક આદર્શ સ્માર્ટસીટી અને તે પણ રાજયનું પાટનગર છે.

કોર્પોરેશન પણ ભાજપનું છે અને રાજય સરકાર પણ ભાજપની છે. કોઈ કાર્યક્રમ હોય ત્યારે ત્યાંથી દબાણો હટીને સ્વચ્છ અને આદર્શ બનાવી દેવાય છે. પરંતુ બાકીના સમયમાં ફરી પાછું ગંદુ અને રખડતાં ઢોરવાળું ગાંધીનગરનું ચિત્ર જોવા મળે છે. ત્યારે નાગરિકોના મનમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે આ તંત્રમાં કાંતો કોઈ જવાબદારી જ નથી કે પછી તંત્રને કંઈ પડી જ નથી. લાપરવાહ છે કે પછી મોટી રકમની હપ્તાખોરી ચાલી રહી છે.

Previous articleગાંધીનગરમાં ગ્રાન્ટેડ શિક્ષકોના ધરણા – રામધૂન
Next articleનિર્દોષાનંદ હોસ્પિ.ની મુલાકાતથી મલેશીયાના મહિલા તબીબ ખુશ