તા.૨૫-૬-ર૦૧૮ થી ૦૧-૭-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય

2132

મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જુન મહિનાનો અંત અને જુલાઈની શરૂઆત શુભ રહેશે સ્વ હસ્તે કરેલા કાર્યોમાં શુભ ફળ મળશે નવા કાર્યોની શરૂઆત માટે પણ સમય શુભ રહેશે માત્ર અકારણ ચિંતા અને કાલ્પનીક વિચારો ઉપર નિયંત્રણ જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીો માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ ગ્રહની પનોતીના કારણે નસીબનો સહકાર નહીવત મળે છે. તેમ છતા આત્મવિશ્વાસમા વૃધ્ધી અને કાર્યક્ષમતામા વિશ્વાસ કેળવશો તો કપરા કાર્યો પણ સરળ બનીને કાર્ય સફળતા આપી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલો સાથે નમ્રતા કેળવવી જરૂરી બનશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનીચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળયદાયી સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શનિ સુર્યની પ્રતીયુતી ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતીનું સર્જન કરી શકે છે. તેથી વાણી વર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી જરૂરી છે દરેક કાર્યોમાં ધીરજ ધરવાથી જ નિરાકરણ મળશે મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહો આર્થિક માનસીક અને શારીરીક રીતે સાવચેત રહેવાનું સુચવે છે વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે તેથી સંતોષી બનવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહિસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદ ન સર્જાય તે જોશો માતાનું આોરગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે.કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
સિંહ (મ.ટ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ શુક્ર અને બુધગ્રહના બંધનયોગના કપરા સમયમા પણ રાશી પતી સુર્ય ગ્રહનું ભ્રમણ સ્થાન બળ પામે છે તેથી કપરા કાર્યો પણ સરળ બની શકે છે. તેથી સમયનો સદઉપયોગ કરવો ખુબજ આવશ્યક છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સમય શુભ છે પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષતી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે માત્ર શનીગ્રહની પનોતી આપને કર્મો પ્રમાણે ફળ આપે છે તેથી આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે શુભ સમય છે માટે સમયનો સદઉપયોગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
તુલા (ર.ત.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપરથી ગુરૂ ગ્રહનું ભ્રમણ અને કર્મસ્થાનમાં રાહુ બુધ શુક્રનું ભ્રમણ માત્ર નિરપેક્ષ ભાવના કેળવવાનું સૂચવે છે. આપની અપેક્ષા ફળીભૂથ થવા માટે થોડા સમય રાહ જોવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનૂ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ગુરૂ અને સૂર્યનો બંધનયોગ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવુ જરૂરી છે. ખાસ કરીને જિદ્દી સ્વભાવ અને જુનવાણી વિચારોનો ત્યાગ કરવો જરૂરી છે. ઉતાવળા સાહસોથી દુર રહેવુ જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપયોગી બનશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપા માટે ગૌચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો બીજો કપરો સમય અને રાહુ બુધ શુક્ર ગ્રહનો બંધનયોગ દરેક કાર્યોમાં અડચણો અને નિષ્ફળતા આપી શકે છે. જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં ધીરજથી નિર્ણયો કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો જાહેર જીવન અને આર્થિક રીતે શુભફળ મળશે ભાઈ બહેનોનુ આરોગ્ય ચિંતા આપી શખે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર રાશીપતી શનીગ્રહનો બંધનયોગ મળે છે બાકી દરેક ગ્રહોના આર્શિવાદ મળે છે તેથી સ્વભાવ ઉપર નિયંત્રણ રાખીને કાર્યોમાં જ એકાગ્રતા કેળવવાથી દરેક સફળતા આપની જ બની રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળ કેતુ ગ્રહનો બંધનયોગ હજુ અશુભફળ આપે છે તેમ છતાં રાશી પતી શનિગ્રહનું લાભ સ્થાન ભ્રમણ કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે. માત્ર સત્યનો સ્વીકાર કરવો જરૂરી છે. મિલકત અને વારસાઈ કાર્યોથી ચિંતા મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાતી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ચોથે સૂર્ય અને આઠમે ગુરૂ ગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેથી નસીબથી વધુ અને સમયની પહેલા કાઈ જ નથી મળતુ તે વાક્ય યાદ કરીને ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્ય ને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

Previous articleચિત્રામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
Next articleઆચાર્યની ભરતી પ્રક્રિયા બાબતે માર્ગદર્શન શિબિરનું આયોજન