7060

ભાવનગર નજીકના કોબડી ગામ પાસે આવેલ સરતાનપરના વાડી વિસ્તારમાં ૮૦ ફુટ ઉંડા કુવામાં ગાય પડી જતા ફાયર ટીમે રેસ્કયુ કરી બહાર કાઢી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કોબડી ગામ પાસે આવેલ સરતાન પર વાડી વિસ્તારમાં ૮૦ ફુટ ઉડા કુવામાં ગાય પડી ગયાની જાણ બટુકભાઈ સાદુળભાઈ ચૌહાણે ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ક્રેઈનની મદદથી ૮૦ ફુટ ઉંડા કુવામાંથી ગાયને જીવીત બહાર કાઢી હતી.