6224

કોંગ્રેસે ગાંધીનગરના કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી છે. તેમાં ભાજપ આવ્યા પછી સરકારી કર્મચારીઓને અપાતા પ્લોટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જે ફકત એકવાર પ્લોટ આપવામાં આવશે. તેવી જાહેરાત ઉત્તરના ધારાસભ્ય કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કરી હતી. તેમને જમીન કયાંથી લવાશે ભાજપ કહે છે જમીન નથી ? તેવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે ૧૮ લાખ ચો.મી. જમીન ભાજપે તેમના લાગતા વળગતાઓને ટોકન દરે મફતમાં લ્હાણી કરી છે તે પરત લઈ લેવામાં આવશે અને એ જમીન ફરી એકવાર સરકારી અધિકારીઓને પ્લોટ આપવામાં કરાશે. એકલા પુરી ફાઉન્ડેશનને ૧૭ વર્ષથી ટોકન દરે દસ લાખ ચો.મી. જમીન આપી દેવામાં આવી છે એ કિંમતી જમીન કોંગ્રેસ આવતાં પરત લેવામાં આવશે તેથી કેટલાક મળતીયાઓને આપેલી જમીન પણ લઈ લેવાનું તેમણે જણાવ્યું હતું. 
પૂર્વ શિક્ષણમંત્રી અને પીઢ કોંગ્રેસી કરસનદાસ સોનેરીએ રાજકીય સ્તર નીચુ ગયું હોવાનું જણાવી વડાપ્રધાન સામે નિશાન સાધતાં જણાવ્યું હતું કે વડાપ્રધાનની ગરીમાં તેઓ ચુકયા હોય તેવું લાગે છે. મહાત્મા ગાંધી અને સરદારની ભૂમીમાં તથા મોરારજી દેસાઈ જેવા નેતા જયાં થયા છે ત્યા તેમનું ગૌરવ જાળવીને વાત કરવી જોઈએ તે તેઓ કરી શકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગરીમા પૂર્વક વાત નહીં કરવાની બાબતનો અફસોસ છે. નહેરુજી ગોલ્ડન સ્પૂન સાથે જન્મ્યા હોવા છતાં આઝાદી માટે દેશ માટે કેટલાંક વર્ષો જેલમા વિતાવ્યા હતા. 
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ મહત્વની બાબતો જે ગાંધીનગરના કર્મચારી નગરને વધુ લાગુ પડતી હોવાનું જણાવી ઉત્તરના ઉમેદાવર સી. જે. ચાવડાએ બેકારોને સરકારી નોકરી અને કોન્ટ્રાકટ પધ્ધતિ નાબૂદ કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો. 
લોકશાહી બચાવવા માટે અને ભાજપની જોહુકમીથી પ્રજા રીતસર કંટાળી પરિવર્તન માટેનું મન બનાવી લીધુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને પ્રથમ કેબીનેટમાં જ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે તેવા ચૂંટણીમાં આપેલા વચનનું પણ તેમણે દોહરાવ્યું હતું. 
આ ઉપરાંત પ્રવકતા હિમાંશુ પટેલ અને જયરાજસિંહ પરમારે પણ પત્રકારોના કોંગ્રેસને લગતા પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી હતી અને જરૂરી માર્ગદર્શન સાથે કોંગ્રેસની બાબતોને સ્પષ્ટ કરી હતી. 
આજે ગુજરાતનું દેવુ ર.૪૧ લાખ કરોડે પહોંચ્યું છે અને બાળક જન્મે ત્યારે રૂ. ૪૦ હજાર દેવું લઈ જન્મે છે. જે ભાજપની દેન છે. કારણ તેમને પ્રજાના કાર્યોમાં રસ નહીં પણ ઉત્સવો અને પોતાના માર્કેટીંગમાં, તાયફામાં રસ છે. ગરીબોને પોસ્ટમાં સામાન્ય કલાર્ક દ્વારા એપોઈમેન્ટ લેટર પહોંચાડાતા હતા જે આખા વર્ષના ભેગા કરી ગરીબોને ભીખારીનો સીકકો લગાવી ભાજપ મોટા ખર્ચા કરી આપે છે. તે હવે ખુલ્લુ પડી ગયુ છે. 
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના ડૉ. કરસનદાશ સોનેરી, સાગર રાયકા, ઉત્તરના પ્રભારી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભી, મનપા વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ મુકેશ પટેલ, રામાજી ઠાકોર, જસુભા રાણા, પ્રવકતાઓ હિમાંશુ પટેલ તથા જયરાજસિંહ પરમાર હાજર રહ્યા હતા.